ચોથા માળેથી ત્રણ બાળકીઓને ફેંકી, માતાની હત્યા કરી
ઉત્તરપ્રદેશના ઇટાવાના એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાની ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી.
ઉત્તરપ્રદેશના ઇટાવાના એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાની ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી. એટલું જ નહીં પરંતુ તેની ત્રણ માસૂમ બાળકીઓને ચોથા માળેથી નીચે ફેંકી દીધી. આ ઘટનામાં માતા અને બે દીકરીઓની જગ્યા પર જ મૌત થઇ ગયી. જયારે એક બાળકી ઉપચાર દરમિયાન મૃત્યુ પામી. ઘટના પછી જગ્યા પર પહોંચેલી પોલીસે બધી જ લાશો પોતાના કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

ઇટાવા એસએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચોકી સિવિલ લાઈન વિસ્તારમાં કાશીરામ કોલોનીમાં રહેનાર એક પરિવારની મહિલાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી. એટલું જ નહીં પરંતુ હત્યારાઓ ઘ્વારા તેમની ત્રણે દીકરીનોને ત્રીજા માળેથી ફેંકી દેવામાં આવી. મૃતક બાળકીઓની ઉમર 3,4 અને 5 વર્ષની હતી.
એસએસપી અશોક ત્રિપાઠી ઘ્વારા જણાવવામાં આવ્યું કે હવે એવી પણ લાગી રહ્યું છે કે હત્યા પહેલા તેનો રેપ પણ કરવામાં આવ્યો હોય. વધારે માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે. તેમને જણાવ્યું કે પહેલો મામલો લડાઈ ઝગડો થયા પછી હત્યાનો દેખાઈ રહ્યો છે. એસએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જગ્યાથી તેના પતિ અને તેના મિત્રની અટક કરીને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
