આમ આદમી પાર્ટીનો રાજસ્થાનમાં દાવો, કહ્યું-દિલ્હી અને પંજાબ જેવી સુવિધા આપીશું

જયપુર : દિલ્હી અને પંજાબ બાદ હવે આમ આદમી પાર્ટીએ હવે પોતાનું ધ્યાન રાજસ્થાન પર લગાડ્યુ છે. હાલમાં જ નવા નિમાયેલા પ્રદેશ અધ્યક્ષ નવીન પાલીવાલે હવે પદ સંભાળી લીધુ છે. તેમણે પદ સંભાળતા જ કહ્યું છે કે, આમ આદમી પાર્ટી પુરી તાકાત સાથે ચૂંટણી લડશે અને જીત મેળવીને દમ લેશે. અહીં તેમને પદ સંભાળતા જ તેમને રાજસ્થાનના લોકોને વાયદો કર્યો કે તેમને પણ પંજાબ અને દિલ્હી જેવી સુવિધાઓ મળશે.
રાજસ્થાન આમ આદમી પાર્ટી કાર્યાલય પર પત્રકારો સાથે વાત કરતા રાજસ્થાનના ચૂંટણી પ્રભારી વિનય મિશ્રાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી પાયાના સ્તરે કામ કરનારાઓને તક આપે છે. જેનું એક ઉદાહરણ નવીન પાલીવાલ છે. તેમણે કહ્યું કે, પાર્ટી શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી, મહિલા સુરક્ષા, બેરોજગારો અને ખેડૂત કલ્યાણના મુદ્દાઓ પર ચૂંટણી લડશે અને ભાજપ બંને કોંગ્રેસને હરાવશે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ જ લોકશાહી બચાવવા માટે નરેન્દ્ર મોદી સામે લડી શકે છે.
આગળ વાત કરતા વિનય મિશ્રાએ કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપને હટાવીને દેશમાં પરિવર્તનનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે. હવે આ આગળ રાજસ્થાનનો નંબર છે. રાજસ્થાનમાં મોટા ફેરફારો કરવામાં આવશે. કોંગ્રેસ અને ભાજપ સંગઠન તાકાતના દાવા કરે છે પણ એવું નથી. કોંગ્રેસ રાજ્ય કક્ષાએ દેખાવોમાં ભીડને તેમની સંસ્થા કહે છે, જ્યારે ભાજપના પેજ પ્રમુખ પુરતી સિમિત છે.
અહીં પ્રદેશ અધ્યક્ષ નવીન પાલીવાલે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસે જવાબદેહી કાયદો બનાવવાનો વાયદો કર્યો હતો પરંતુ ચાર વર્ષ પછી પણ કંઈ કર્યું નથી. તેમણે રાજ્યમાં વરસાદ અને અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં રાજ્યના ખેડૂતોને જલ્દી વળતર આપવા રાજ્ય સરકાર પાસે માંગણી કરી. અહીં નવીન પાલીવાલે પદ સંભાળવા સાથે સાથે જાગો પાર્ટી રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ અનિલ કુમાર શર્મા કાર્યકરો સાથે પાર્ટીમાં જોડાયા હતા.












Click it and Unblock the Notifications
