'આપ'ના વીડિયોથી બબાલ, ત્રણ આરોપી પોલીસકર્મીઓ સસ્પેન્ડ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: દિલ્હી પોલીસના વડા અધિકારીઓએ આમ આમ આદમી પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા એક વીડિયો ફૂટેજને જોઇને પોતાના જ કર્મચારીઓ પર કાર્યવાહી કરી છે, અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે.

જોકે દિલ્હી પોલીસ અને કેજરીવાલ સરકારની વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ટક્કર ચાલી રહી છે. આપ પાર્ટીનો આરોપ છે કે દિલ્હી પોલીસ ખોટા લોકોને સાથ આપી રહી છે. કેજરીવાલની માનીએ તો દિલ્હી પોલીસને જનતાની કોઇ પરવા નથી. હાલમાં જ દિલ્હીના કાનૂન મંત્રી સોમનાથ ભારતી અને મહિલા વિકાસ કલ્યાણ મંત્રી રાખી બિરલાની દિલ્હી પોલીસે કાર્યવાહીને લઇને પબ્લિકની વચ્ચે ખૂબ જ તુતુ-મેમે થઇ હતી. ત્યારબાદ આરોપી પોલીસવાલોના રાજીનામાની માંગને લઇને આપ સરકાર રસ્તા પર આવી ગઇ હતી. જેના પગલે એલજીની દખલગીરી બાદ આરોપી પોલીસ અધિકારીઓને રજા પર મોકલી દેવાયા હતા, અને મામલો થાળે પડ્યો હતો.

aap
આની વચ્ચે આપ પાર્ટીએ આજે એક વીડિયો જાહેર કરીને સનસનાટી ફેલાવી દીધી છે, વીડિયોમાં દિલ્હી પોલીસના ત્રણ કોન્સ્ટેબલ એક યુવકને જોરદાર માર મારી રહ્યા છે. આપ પાર્ટીનું કહેવું છે કે દિલ્હી પોલીસ આ રીતે જ આમ આદમી પાર્ટીની સાથે વ્યવહાર કરે છે જે ખૂબ જ ખોટું છે.

દિલ્હી પોલીસમાં સુધારની જરૂરીયાત છે. જોકે વીડિયો જારી થતા જ દિલ્હી પોલીસના ઉપરી અધીકારીએ કાર્યવાહી કરતા ત્રણેય આરોપી પોલીસ અધિકારીઓને તુરંત સસ્પેન્ડ કરી દીધા છે.

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/QLmBnsWbiaQ" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Aam Admi Party released a video, three constable are suspended.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.