'આપ' કાર્યકર્તાઓ પર હુમલો કરી રહ્યા છે ભાજપના ગુંડા: કેજરીવાલ
નવી દિલ્હી, 29 એપ્રિલ: વારાણસીથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિરુધ્ધ ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટી કાર્યકર્તાઓ પર તથાકથિત હુમલા માટે ભાજપને જવાબદાર ગણાવ્યો છે. કેજરીવાલે જણાવ્યું કે ભાજપના ગુંડા 'આપ' કાર્યકર્તાઓ પર હુમલો કરી રહ્યા છે. વારાણસીમાં આયોજિત 'આપ'ની પ્રેસ કોન્ફ્રેન્સમાં કેજરીવાલે જણાવ્યું કે પહેલા માત્ર મારી પર જ હુમલાઓ થઇ રહ્યા હતા. પરંતુ હવે સામાન્ય કાર્યકર્તાઓ પર હુમલાઓ થઇ રહ્યા છે ભાજપના લોકો અમારા કાર્યકર્તાઓની સાથે મારામારી કરી રહ્યા છે.
કેજરીવાલે જણાવ્યું કે ભાજપ ગુંડાગર્દીથી કાશીમાં દહેશત ફેલાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ કાશીની જનતા સમજી ચૂકી છે, અહીં ભાજપની ગુંડાગર્દી નહીં ચાલે. હવે કાશીની જનતાએ પરિવર્તનનું મન બનાવી લીધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વારાણસીના અસ્સી ઘાટ પર ચૂંટણી પ્રચાર કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કેટલાંક લોકોએ માર માર્યો હતો. જેનો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર લગાવી રહી છે.












Click it and Unblock the Notifications
