For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખી રાત ધરણા પર બેસી રહ્યા આપ ધારાસભ્ય, સોશિયલ મીડિયા પર છેડાઈ વીડિયો જંગ

દિલ્લીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકીય લડાઈ તેજ થઈ ગઈ છે. બંને પક્ષના ધારાસભ્યો એકબીજાનો વિરોધ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકીય લડાઈ તેજ થઈ ગઈ છે. બંને પક્ષના ધારાસભ્યો એકબીજાનો વિરોધ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો માંગ કરી રહ્યા છે કે લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને તેમને પદ પરથી હટાવવા જોઈએ. બીજી તરફ ભાજપ દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના રાજીનામાની માંગ કરી રહી છે. દારૂની નીતિમાં કથિત ગોટાળાને લઈને ભાજપ મનીષ સિસોદિયાના રાજીનામાની માંગ કરી રહી છે.

APP

આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં આપ નેતા આતિશી મારલીના આરોપ લગાવી રહી છે કે જ્યારે વિનય સક્સેના KVICના ચેરમેન હતા ત્યારે 1400 કરોડ રૂપિયાનું કૌભાંડ થયુ હતુ. અમે ઈચ્છીએ છીએ કે સીબીઆઈ-ઈડી આ મામલાની તપાસ કરે કારણ કે તે સીધો મની લૉન્ડ્રીંગ કેસ છે. સીબીઆઈ અને ઈડીની તપાસ ન થાય ત્યાં સુધી એલજીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દેવુ જોઈએ.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આપ ધારાસભ્યોની ગેરહાજરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ભાજપ ધારાસભ્ય રામવીર સિંહ બિધુરીએ વીડિયો ટ્વીટ કરીને કહ્યુ કે આપના 62 ધારાસભ્યોમાંથી માત્ર 10 જ અહીં વિરોધ પ્રદર્શનમાં જોવા મળે છે. દિલ્લીના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ ઘરે આરામથી બેઠા છે. દિલ્લી સેક્રેટરી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ભાજપના નેતાઓ મનીષ સિસોદિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે દિલ્લી વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિશ્વાસ મત પહેલા માર્શલે હંગામાને કારણે ભાજપના તમામ ધારાસભ્યોને ગૃહમાંથી કાઢી મૂક્યા હતા.

English summary
AAP-BJP confrontation all night video war over social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X