For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'AAP' સામે ઝૂક્યા શીલા દીક્ષિત, પત્રો સ્વીકારવા રાજી

|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવી દિલ્હી, 28 એપ્રિલ: એએપીની પ્રવક્તા અસ્વથી મુરલીધરને જણાવ્યું કે 'અમે જંતર મંતરથી મુખ્યમંત્રી રહેઠાણ સુધી વિરોધ રેલી કાઢવાની યોજના બનાવી હતી. પરંતુ મુખ્યમંત્રીએ રવિવારે સવારે એએપીના એક પ્રતિનિધિને ફોન કરી જણાવ્યું કે તે દિલ્હી વાસીઓ દ્વારા વીજળી તથા પાણીના વધેલા બીલ તરફ તેમનું ધ્યાન દોરવા માટે લખવામાં આવેલ 10,50,000 પત્રોનો સ્વીકાર કરવા માટે રાજી છે.'

મુરલીધરને જણાવ્યું કે મુખ્યમંત્રીની આ સહમતિ બાદ વિરોધ માર્ચ રદ કરી દેવામાં આવી છે. એએપી આ પત્રો મુખ્યમંત્રીને સુપરત કરવા માટે તેમના કેટલાક પ્રતિનિધિઓને તેમના રહેઠાણ સ્થળે મોકલશે.

એએપી પ્રવક્તાના અનુસાર 'અમે વિરોધ માર્ચ નહીં નીકાળીએ, પરંતુ એએપી સમન્વયક અરવિંદ કેજરીવાલ તથા પાર્ટીના કેટલાંક અન્ય સભ્યો વીજળી તથા પાણીના વધેલા બીલથી સંબંધિત પત્રો લઇને મુખ્યમંત્રીના રહેઠાણ સ્થળે પહોંચશે.'

અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકાર સામે બંડ પોકાર્યો છે, અને તેઓ અનશન અને આંદોલન થકી જનતાને પોતાની તરફ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમજ આ વખતે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીનું નસીબ પણ આજમાવવાની કવાયત કરી રહ્યા છે.

English summary
Aam Aadmi Party cancelled the protest march in-front of sheila dikshit's home. she is ready to accept all demand-letter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X