પોતાના 'સ્પીકર'ને દિલ્હીમાં આપ ટિકીટ નહી આપે
નવી દિલ્હી (વિવેક શુક્લા): આમ આદમી પાર્ટીએ પોતાના સ્પીકર એમએસ ધીરને જ આગામી વિધાનસભામાં ટિકીટ ન આપવાનો નિર્ણય કર્યો છે. તેમના પર આરોપ છે કે પોતાના ક્ષેત્રના લોકો માટે કોઇ કામ ન કર્યું.
એમએસ ધીર ગત દિલ્હી વિધાનસભામાં સ્પીકર હતા. તેમણે તલવિંદર સિંહ મારવાહને ગત વિધાનસભા ચૂંટણીમાં જંગપુરા સીટ પરથી હરાવ્યા હતા. આ ઉપરાંત પાર્ટીએ ત્રિલોકપુરથી પોતાના ધારાસભ્ય રાજૂ ધીગાનને પણ ટિકીટ ન આપવાનો નિર્ણય કર્યો છે.
પાર્ટીના સૂત્રોએ આ જાણકારી આપી. તમને જણાવી દઇએ કે ત્રિલોકપુરી ગત કેટલાક સમય પહેલાં સાંપ્રદાયિક રમખાણોની ચપેટમાં આવી ગઇ હતી.

રમખાણો અટકાવ્યા નહી
પાર્ટી સૂત્રોનું કહેવું છે કે રાજૂ ધીગાને રમખાણોને રોકવા માટે કોઇ પહેલ કરી નથી. આ પહેલાં આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય રાજેશ ગર્ગ (રોહિણી) અને હરિશ ખન્ના (તિમારપુર)એ વિધાનસભા ચૂંટણી લડવાની મનાઇ કરી દિધી છે.
તો બીજી તરફ, રાજધાનીમાં રફી માર્ગ સ્થિત કાંસ્ટીટ્યૂશન ક્લબમાં આમ આદમી પાર્ટીની બેઠકમાં ગત દિવસોમાં જોરદાર હંગામો થયો. આ મીટિંગને અરવિંદ કેજરીવાલ પણ સંબોધિત કરવાના હતા પરંતુ તે પહેલાં તરૂણ યાદવ નામના એક વ્યક્તિએ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી ગિરિશ સોની પર તેના મકાન પર કબજો કરવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ હંગામો મચ્યો અને આપ કાર્યકર્તાઓએ તેને મંચ પર જતાં રોક્યા, જોતજોતાં જ ધક્કામુક્કી થવા લાગી.
ધીર પર લાગ્યા આરોપ
તેમનું કહેવું હતું કે ગત વર્ષે ઇલેક્શન કેંપેન વખતે તેમણે પોતાનું મકાન ગિરિશ સોનીને ઓફિસ ચલાવવા માટે આપ્યું હતું. વર્ષ પુરૂ થઇ જતાં પણ ગિરિશ સોનીએ આ મકાન હજુ સુધી ખાલી કર્યું નથી તેમના અનુસાર આ મુદ્દે કોર્ટમાં પણ યાચિકા આપી છે અને અરવિંદ કેજરીવાલને મળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને મળવા ન લીધો. તરૂણ યાદવે આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના સમર્થકોએ તેની સાથે ગેરવર્તણૂંક કરી છે.
બીજી તરફ હંગામા વિશે અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે તરૂણ યાદવે તેમનો સંપર્ક કર્યો નથી.












Click it and Unblock the Notifications
