આપની સરકાર શીલા દીક્ષિત, મુકેશ અંબાણી સામે તપાસ કરાવશે : મનોજ સિસોદિયા
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી : દિલ્હીના ઉપમુખ્યમંત્રી બનવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ આજે જણાવ્યું કે આપ સરકાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા અન્ય ભ્રષ્ટાચારીઓના આરોપો અંગે તપાસ શરૂ કરશે.
તેણે કહ્યું કે ગયા વર્ષે કેજરીવાલે 49 દિવસના શાસન દરમિયાન નોંધેલા તમામ મુદ્દાઓ પર આગળ કાર્ય કરવામાં આવશે.

ગયા વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેજી બેસિનના પ્રાકૃતિક ગેસના ભાવવધારા અંગે ગોટાળાને લઈને મોઈલી, મુરલી દેવડા અને આરઆઈએલ પ્રમુખ મુકેશ અંબાણી વિરૂદ્ધ પ્રાથમિક રિપોર્ટ નોંધવાનો આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત વર્ષ 2010માં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સ્ટ્રીટ લાઈટના ગોટાળાની પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ગોટાળામાં શીલા દીક્ષિતની પણ તપાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
