For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું મમતાથી પ્રેરિત થયા છે 'આપ'ના અરવિંદ કેજરીવાલ?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 5 ડિસેમ્બર: ભારતીય રાજનીમાં આમ આદમી પાર્ટી ની સફળતા દેશના મદતાઓમાં એક નવી આશા જગાવે છે. એક એવી પાર્ટી જેણે ભ્રષ્ટાચાર, કુશાસનથી કંટાળી ગયેલા લોકોને પોતાની સાથે જોડ્યા અને વ્યવસ્થા પરિવર્તનનું સપનું બતાવ્યું. આપના ઉદભવે રાજનીતિમાં ક્યાં પાછળ રહી ગયેલા સિદ્ધાંતોની ફરી યાદ અપાવી. ભલે આપ નું સત્તામાં આવવું મુશ્કેલ દેખાતું હોય, પરંતુ અત્રે એક સવાલ એ છે કે જે સિદ્ધાંતો પર જનતાએ તેમની પર વિશ્વાસ મૂક્યો છે તે સિદ્ધાંતોને આમ આદમી પાર્ટી આગળ પણ યથાવત રાખી શકશે?

એક અન્ય નેતા મમતા બેનર્જીની વાત કરીએ તો તેમણે પશ્ચિમ બંગાળ માં એક એવી પાર્ટીનું આધિપત્ય ખતમ કરી નાખ્યું જે છેલ્લા 34 વર્ષોથી સત્તામાં હતી. તેમણે વામ પાર્ટીઓ પ્રત્યે જનતામાં વ્યાપ્ત આક્રોશને પોતાની જીતનો આધાર બનાવ્યો, પરંતુ હવે એ જગજાહેર છે કે પાર્ટી જનતાને કરેલા વચનો નિભાવી શકતી નથી.

સત્તામાં આવ્યા બાદ આપની થશે અસલ પરીક્ષા
ભારત જેવા વિવિધતાવાળા દેશમાં, જ્યાં કેટલીયે સ્થાનીય પાર્ટીઓ છે, એવામાં આપના સત્તામાં આવવાથી અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ કોઇપણ રીતે રાષ્ટ્રીય સ્તર પર પોતાના મૂલ્યોની સાથે ટકી શકે છે અને તેઓ કેવી સમજૂતી કરે છે. તેનું પરિક્ષણ થવું જોઇએ. પહેલા પણ દેશની જનતાએ જોયું છે કે વ્યક્તિગત લાભ પામવા માટે ઘણી વખત ગઠબંધન અને સિદ્ધાંતોને નેવે મૂકીને રાજનીતિ કરવામાં આવે છે.

આપનો મજબૂત પક્ષ
આપની સામે ભલે મોટા પડકારો હોય પરંતુ ખાસ વાત એ છે કે દેશનો એ વર્ગ વિકલ્પના રૂપે જુએ છે જે વર્તમાન રાજનીતિથી નિરાશ થઇ ચૂક્યો છે. જ્યારે દેશનો શહેરી વર્ગ પણ તેને ઇમાનદાર પાર્ટીના રૂપે જુએ છે. જોકે એ પણ એક સત્ય છે કે નરેન્દ્ર મોદી દેશના એકમાત્ર નેતા છે જે શહેરી મતદાતાઓનું ધ્યાન આકર્ષિત કરવાની સાથે તેમનો વિશ્વાસ જીતી શકે.

aap
આ ઉપરાંત એક ત્રીજા વિકલ્પના રૂપમાં પણ આપએ દિલ્હીની રાજનીતિને રોમાંચક બનાવી દીધી છે. તેમજ રાજ્યમાં બે મુખ્ય પાર્ટીઓના એકાધિકારનો ખાતમો બોલાવ્યો છે. જોકે આપમાં પણ વિચારધારાની પણ ઊણપ જોઇ શકાય છે, જોકે લોકોને તેમની સાથે જોડાવાનું કામ કરે છે.

સ્વતંત્રતા પહેલા કોંગ્રેસ એક રાષ્ટ્રીય વિચારધારા વાળી પાર્ટી માનવામાં આવતી હતી, એવી જ રીતે હવે 'આપ'ની પાસે ભ્રષ્ટાચાર મુક્ત ભારત જ એકમાત્ર એજેન્ડા છે. સત્તામાં આવ્યા બાદ પાર્ટી કેવી રીતે આ એજેન્ડાને આગળ વધારશે ખાસ કરીને એ સ્થિતિમાં જ્યારે દેશના અન્ય દળો માટે વ્યક્તિગત લાભ જ સર્વોપરી છે.

English summary
The Aam Aadmi Party (AAP), no matter what the predictions and its critics say, is a phenomenon in Indian politics no doubt. The common man's heart goes all out for Arvind Kejriwal and his team and the expectation about them winning the power in Delhi is sky high.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X