AAPના નેતાની હાલત ગંભીર, કેજરીવાલે વ્યક્ત કરી હુમલાની આશંકા

arvind-kejriwal
ગાજીયાબાદ, 1 જૂલાઇ: આમ આદમી પાર્ટીના દિલ્હી વિધાનસભાની ચુંટણીના ઉમેદવારને રવિવારે એક કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. તેમની હાલત ચિંતાજનક બતાવવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંતોષ કોલી બાઇક પર જઇ રહ્યાં હતા ત્યારે એક કારે તેમને ટક્કર મારી હતી. તેમના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

આ અકસ્માત ગાજિયાબાદના લિંક રોડ પોલીસ સ્ટેશન સ્થિત કૌશાબી મેટ્રો સ્ટેશન પાસે થયો હતો. તે સમયે સંતોષ કોલી બાઇક પર પાછળ બેઠી હતી કે અચાનક પુર ઝડપે આવી રહેલી કારે જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત બાદ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે સીમાપુરી વિધાનસભા સીટની ઉમેદવાર સંતોષ કોલીને કારે ટક્કર મારી છે. તેમની હાલત ગંભીર છે. કૃપયા તેમના માટે પ્રાર્થના કરો. શું આ અકસ્માત છે કે પછી જાણીજોઇને કરવામાં આવેલો? હત્યા કરવાનું કાવતરું છે. સંતોષ કોલી દિલ્હી વિધાનસભા ચુંટણી માટે સુંદર નગરીથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર છે.

બાઇક ચાલક વ્યક્તિ કુલદીપની હાલત પણ ગંભીર છે, જ્યારે કાર ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો છે. પાર્ટી નેતા મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે સુંદરનગરીમાં સંતોષ કોલી ખૂબ જ સક્રિય નેતા છે. અરવિંદ કેજરીવાલે વિજળી બિલ વિરૂદ્ધ આંદોલન તેમના ઘરેથી જ શરૂ કર્યું હતું. પોલીસે હત્યાનો પ્રયાસ અને હિટ એન્ડ રનનો કેસ દાખલ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X