મીડિયા પ્રભારીને ખબર નથી કોણ છે 'આપ'ના ઉમેદવાર!
ફર્રુખાબાદ, 7 એપ્રિલ: જે ફર્રુખાબાદમાં રેલી કરી આમ આદમી પાર્ટીએ રાજકીય અભિયાનનો આગાજ કર્યો છે, તે જગ્યાએ આમ આદમી પાર્ટીની સ્થિતી નબળી છે. પરિસ્થિતી એવી છે કે બે-બે ઉમેદવારો ટિકીટ લેવાની મનાઇ કરી દિધી છે. અને જે વ્યક્તિએ અંતિમ ઘડીએ પાર્ટીની ટિકીટ પરથી ઉમેદવારીપત્ર ભર્યું, તેની જાણકારી પાર્ટીના કેટલાક પદાધિકારીઓને પણ નથી.
ફર્રુખાબાદ સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકુલ ત્રિપાઠીએ પાર્ટીમાં આંતરિક ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં ટિકીટ પરત આપી દિધી. ત્યારબાદ પાર્ટીએ ઉતાવળમાં જ્ઞાનેન્દ્ર અવસ્થીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા પરંતુ તેમણે પણ પોતાનું નામાંકન કર્યું નહી. નામાંકનની અંતિમ તારીખ 5 એપ્રિલના રોજ હતી. તે દિવસે તારીક પરવેજ નામના એક વ્યક્તિએ ત્યાંથી આમ આદમી પાર્ટીના ચિહ્ન પરથી પોતાની ઉમેદવારી પત્ર ભર્યું, જો કે આ અંગે પાર્ટીના પ્રદેસહ નેતાઓને પણ જાણકરી નથી. પ્રદેશ મીડિયાની જવાબદારી સંભાળી રહેલા વૈભવ મહેશ્વરીએ જણાવ્યું હતું કે અધિકૃત ઉમેદવાર જ્ઞાનેન્દ્ર અવસ્થી છે, તેમણે ઉમેદવારીપત્ર ભર્યું કે નહી તેની મને જાણકારી નથી.

ડિસેમ્બર 2012માં પોતે અરવિંદ કેજરીવાલે ફર્રુખાબાદના સાંસદ અને કેન્દ્રિય કેબિનેટ મંત્રી સલમાન ખુર્શીદ વિરૂદ્ધ મોરચો માંડ્યો હતો. તેમની પત્નીના એનજીઓ પર વિકલાંગેને વહેંચવામાં આવતાં ઉપકરણોમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. અરવિંદ કેજરીવાલે ફર્રુખાબાદમાં તેમના ઘરની બહાર ઘરણા પણ કર્યા હતા. સાથે જ જાહેરાત કરી હતી કે સલમાન ખુર્શીદ વિરૂદ્ધ કોઇ વિકલાંગ ઉમેદવાર જ ઉભો રહેશે.












Click it and Unblock the Notifications
