Video: નશામાં ધુત થઇને શોકસભામાં પહોંચ્યા ભગવંત માન
આમ આદમી પાર્ટીના નેતા અને સંગરૂર ક્ષેત્રના સાંસદ ભગવંત માન ફરી એકવખત નવા વિવાદમાં ઘેરાયા છે. આ વખતે તેઓ એક શોકસભામાં દારૂ પીને જવાને લઇને વિવાદમાં આવ્યા છે. આ વિવાદાસ્પદ વિડીયો આજકાલ સોશ્યિલ મિડીયામાં ખુબ વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં સાફ જોઇ શકાય છેકે ભગવંત માન કેવી રીતે નશામાં ધુત હાલતમાં એક શોક સમારોહમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે.

આ શોકસભા પોલીસ ફાયરીંગમાં મોતને ભેટેલા લોકો માટે રાખવામાં આવી હતી. પરંતુ જ્યારે લોકોને ભગવંત માન નશાની હાલતમાં હોવાની ખબર પડી ત્યારે લોકોએ તેમને ધક્કા મારીને ત્યાંથી બહારની તરફ ધકેલી દીધા હતા. તો આ સમગ્ર વિવાદને લઇને માન જણાવી રહ્યાં છેકે આ તેમના વિરૂદ્ધ એક કાવતરૂ છે તેમણે આવુ કૃત્ય નથી કર્યું.












Click it and Unblock the Notifications
