For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM ગુસ્સામાં છે અને તેમના ઈશારે કામ કરી રહ્યા છે LG, આમ આદમી પાર્ટીએ કર્યો પલટવાર

અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રીઓ પર બે ઓક્ટોબરના રોજ આયોજિત કાર્યક્રમ પ્રત્યે 'અસમ્માન' પ્રગટ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે આના પર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીના ઉપ રાજ્યપાલ વી.કે.સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રીઓ પર બે ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીની જયંતિ પર આયોજિત કાર્યક્રમ પ્રત્યે 'અસમ્માન' પ્રગટ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે આના પર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે. પાર્ટી તરફથી જાહેર કરેલ નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે મુખ્યમંત્રી એટલા માટે કાર્યક્રમમાં સામેલ ન થઈ શક્યા કારણકે તે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આ ઉપરાંત પાર્ટીએ ઉપરાજ્યપાલ પર પીએમ મોદીના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યુ કે આ કામ ઉપરાજ્યપાલે પીએમ મોદીના ઈશારે કર્યુ.

kejriwal

બે ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીની જયંતિ પર રાજઘાટ અને વિજય ઘાટ પર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય મંત્રી ઉપસ્થિત નહોતા. આના પર ઉપરાજ્યપાલએ અનુપસ્થિતિને અસ્વીકાર્ય ગણાવી દીધી હતી. વળી, ઉપરાજ્યપાલે કેજરીવાલને આ અંગે એક પત્ર પણ લખ્યો હતો. પત્રમાં લખ્યુ હતુ કે કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને પીએમ મોદી સહિત ઘણા લોકો શામેલ થયા હતા પરંતુ બંને કાર્યક્રમમાં મુખ્યમંત્રી ન આવ્યા અને તેમના કોઈ પણ મંત્રી પણ ન આવ્યા.

વળી, ઉપરાજ્યપાલના આ આરોપ પર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યુ છે કે મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીની જયંતિ પર છેલ્લા ઘણા વર્ષોમાં કેજરીવાલ હંમેશા શામેલ થયા છે. પરંતુ આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. આ જ કારણ હતુ કે તે કાર્યક્રમમાં શામેલ થઈ શક્યા નહિ. સાથે જ આમ આદમી પાર્ટીએ ઉપરાજ્યપાલ પર પીએમ મોદીના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યુ છે કે બે દિવસ પહેલા પીએમ મોદીના અમદાવાદના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી હતી. વળી, કેજરીવાલે ગુજરાતના એક આદિવાસી વિસ્તારમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ જ કારણ છે કે પીએમ મોદી ગુસ્સામાં છે અને તેમના નિર્દેશ પર ઉપરાજ્યપાલે પત્ર લખ્યો.

English summary
AAP response to LGs objection, says working on behest of PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X