For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટિંગ ઓપરેશનની સાથે AAPનો જૂનો સંબંધ, ક્યારે-ક્યારે 'આપે' કર્યું સ્ટિંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીનો જન્મ બે વર્ષ પહેલાં સમાજસેવી અણ્ણા હજારેના આંદોલનથી થયો હતો. અણ્ણા હજારેના આંદોલનથી અલગ થઇને અરવિંદ કેજરીવાલે પોતાનો અલગ પક્ષ બનાવી લીધો. ભ્રષ્ટાચારને મુદ્દો બનાવીને અરવિંદ કેજરીવાલે પોતાનું રાજકારણ ચમકાવ્યું. માર્ગમાં અડચણો પણ આવી, પરંતુ અલગ-અલગ હથિયારોથી તેમણે સામનો કર્યો. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું સૌથી મોટું હથિયાર બન્યું સ્ટિંગ ઓપરેશન.

આમ આદમી પાર્ટીએ પોતાના પોલ અભિયાન માટે ઘણીવાર સ્ટિંગ ઓપરેશનનો સહારો લીધો. અરવિંદ કેજરીવાલે ખુલાસાની રાજનીતિના સહારે ટૂંક સમયમાં જ પોતાને લોકો વચ્ચે લોકપ્રિય બનાવી દિધા. જો કે સ્ટિંગના હથિયારે તેમની પણ પોલ ખોલી દિધી. તમને જણાવી દઇએ કે ક્યારે-ક્યારે અરવિંદ કેજરીવાલે સ્ટિંગને હથિયાર બનાવ્યું અને ક્યારે આ હથિયાર તેમના જ માટે ઘાતક બની ગયું.

સ્ટિંગને બનાવ્યું હથિયાર

સ્ટિંગને બનાવ્યું હથિયાર

આમ આદમી પાર્ટીએ એક મોટો ખુલાસો કર્યો. આમ આદમી પાર્ટીએ સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કરી ભાજપના નેતાઓ પર ખરીદ-વેચાણ કરવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતા શેર સિંહ ડગરે 4 કરોડમાં તેમના ધારાસભ્ય દિનેશ મોહનિયાને ખરીદવાનો પ્રયત્ન કર્યો.

આપની પોલ ખુલી

આપની પોલ ખુલી

સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો કે અરવિંદ કેજરીવાલની 24 ઓગષ્ટના રોજ કિરાડી વિસ્તારમાં થનાર સભામાં કંઇક થઇ શકે છે. આખા કેસમાં સ્થાનિક ધારાસભ્ય અને તેમના એક સંબંધીનું નામ સામે આવી રહ્યું છે. સ્ટિંગ ઓપરેશનમાં પોતાને ધારાસભ્યના અંગત ગણાવનાર એક વ્યક્તિએ એવા-એવા રહસ્યો ખોલ્યા છે જેને જાણીને દરેક જણ હેરાન રહી જશે. આ યુવકનું નામ લોકેશ છે અને તેને જે પણ કહ્યું છે તેને હિન્દી ચેનલ 'ન્યૂઝ 24' એક ગુપ્ત કેમેરામાં કેદ કર્યું છે.

ખોલી દિલ્હી પોલીસની પોલ

ખોલી દિલ્હી પોલીસની પોલ

અરવિંદ કેજરીવાલે સ્ટિંગ ઓપરેશનને માધ્યમ બનાવી દિલ્હી પોલીસનો અસલી ચહેરો બધાની સામે લાવી દિધો. એક સ્ટિંગ 'ઓપરેશન દિલ્હી પોલીસ' બતાવ્યું કે કેવી રીતે દિલ્હીના પોલીસકર્મી લાંચના પૈસાથી પોતાના ખિસ્સા ભરી રહ્યાં છે.

પાણી પુરવઠાના અધિકારી સંસ્પેંડ

પાણી પુરવઠાના અધિકારી સંસ્પેંડ

એક ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં કથિત રીતે લાંચ લેતાં દર્શાવ્યા બાદ પાણી પુરવઠાના ત્રણ કર્મચારીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યા.

શાજીયા-કુમાર પર આવી આફત

શાજીયા-કુમાર પર આવી આફત

મીડિયા સરકાર ડૉટ કૉમે શાજિયા ઇલ્મી અને કુમાર વિશ્વાસ સહિત આપના કેટલાક નેતાઓ પર ઘણા પ્રકારના કામ માટે હામી ભરતાં પોતાના સ્ટિંગમાં દર્શાવવામાં આવ્યા હતા.

English summary
Ever since Arvind Kejriwal decided to split with activist Anna Hazare to form a political party in 2012, to fight corruption in the country, he and his party have resorted to numerous ways to fight the evil in the system.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X