For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરૂષિ હત્યાઃ 'તલવાર પરિવારની વર્તણૂક હતી શંકાસ્પદ'

By Super
|
Google Oneindia Gujarati News

Aarushi
ગાઝીયાબાદ, 1 ફેબ્રુઆરીઃ નોએડાના અતિ ચકચારી આરૂષિ હત્યા કેસ અને હેમરાજ હત્યા કેસમાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટની સુનાવણી ચાલી રહી છે. જેમાં નોએડાના પૂર્વ એસપી મહેશ કુમાર મિશ્રાએ પોતાની જુબાની આપી છે, જેમાં તેમણે કહ્યું છે કે, ગુન્હો બન્યો હતો તે દિવસે તપાસ સબબ જ્યારે તેઓ તલવાર પરિવારના ઘરે ગયા હતા ત્યારે તેમને નપુર તલવાર અને રાજેશ તલવારની વર્તણૂક શંકાસ્પદ જણાઇ હતી.

ગઇ કાલે સ્પેશિયલ સીબીઆઇ જજ એસ લાલ સમક્ષ પોતાનું નિવેદન રજૂ કરતા તેમણે કહ્યું કે, રાજેશ તલવારે મને કહ્યું હતું કે તેઓ બનાવની આગલી રાત્રે આરૂષિના રૂમને બહારથી બંધ કરી દીધો હતો અને પોતાના રૂમમાં આવીની સુઇ ગયા હતા. મે આ નિવેદન અંગે સીબીઆઇને જણાવ્યું હતું પરંતુ શા માટે તે નોંધવામાં આવ્યું નહીં તેને લઇને હું સ્પષ્ટ નથી.

રાજેશ તલવારે મને વધુંમાં કહ્યું હતું કે તેઓ રાત્રે પોતાનો રૂમ બંધ કરવાનું ભૂલી ગયા હતા તેથી બની શકે કે રાત્રે કોઇએ મારા રૂમમાંથી એ ચાવીની ચોરી કરી લીધી હોય.

તેમણે ક્રાઇમ સીન અંગે સમજાવતા કહ્યું કે તેમણે ટેરેસ લોક પર લોહીના છાંટા જોયા હતા, પરંતુ તેમણે ફોરેન્સિક એક્સપર્ટને તે અંગે કહ્યું નહીં કારણ કે તે અન્ય રૂમમાં તપાસ કરવામાં વ્યસ્ત હતા. તેણે વધુમાં કહ્યું કે, મે જ્યારે 16 મેના રોજ બનાવના દિવસે અને હેમરાજનો મૃતદેહ મળ્યો તેના એક દિવસ પહેલા ટેરેસનું તાળું તોડવા માટે કહ્યું ત્યારે આસપાસ કોઇ કારપેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી નહોતી તેથી ટેરેસનો દરવાજો ખોલી શકાયો નહોતો.

નોએડાના પૂર્વ એસપીએ કોર્ટને કહ્યું કે, જ્યારે અમે બીજા દિવસે એટલે કે 17 મેના રોજ તલવારના ઘરે પહોંચ્યા ત્યારે ટેરેસનો દરવાજો ખુલ્લો હતો અને અમને છત પર હેમરાજનો મૃતદેહ મળ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે હેમરાજના મૃતદેહને ઓળખવામાં રાજેશ આનાકાની કરી રહ્યાં હતા, પરંતુ મને એ વાતની સમજાતી કે એજન્સી દ્વારા શા માટે આ નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું નહોતું.

અત્રે નોંધનીય છે કે, 16 મે 2008ના રોજ આરૂષિ તલવાર તેના ઘરે મૃત અવસ્થામાં મળી આવી હતી. તેની હત્યા કરવામાં આવી હતી અને તેના બીજા જ દિવસે તલવાર પરિવારના નોકરનો મૃતદેહ પણ ઘરના છત પરથી મળી આવી હતી.

English summary
Former Noida SP Mahesh Kumar Mishra told the special CBI court, hearing the double murder case of teenage girl Aarushi and domestic aide Hemraj, that he found the behaviour of Rajesh and Nupur Talwar "suspicious" when he reached their residence on the day of the crime.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X