
Video: ઈતિહાસમાં પહેલી વાર કેરલના સબરીમાલા મંદિરમાં થયો મહિલાઓનો પ્રવેશ
સબરીમાલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ ઘણા સંગઠનો દ્વારા મહિલાઓના પ્રવેશનો વિરોધ કરાયા બાદ મહિલાઓએ એક થઈને 650 કિમી લાંબી મહિલા વૉલ બનાવી હતી. વળી, બે મહિલા શ્રદ્ધાળુઓના મંદિરમાં પ્રવેશ કરી પૂજા કરવાના મોટા સમાચાર પણ આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે મહિલાઓ બિંદુ અને કનકદૂર્ગાએ સબરીમાલા મંદિરમાં સવારે 3.45 વાગે પ્રવેશ કર્યો અને પૂજા કરી.

પહેલી વાર 40 વર્ષની બે મહિલાઓએ મંદિરમાં કર્યો પ્રવેશ
બંને મહિલાઓની ઉંમર 40 વર્ષ આસપાસ બતાવવામાં આવી રહી છે. સેંકડો વર્ષ જૂની પરંપરાને તોડીને બિંદુ અને કનકદૂર્ગા મંદિરમાં પ્રવેશ કરવામાં સફળ રહી. સૂત્રો અનુસાર બંને મહિલાઓએ લગભગ અડધી રાતે મંદિર તરફ ચઢાઈ શરૂ કરી અને 3.45 વાગે મંદિરમાં દાખલ થઈ ગઈ. ત્યારબાદ ભગવાન અયપ્પાના દર્શન કર્યા અને બંને પાછી જતી રહી. પહેલા પણ આ બંને મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી પરંતુ વિરોધના કારણે સફળ થઈ શકી નહોતી.
|
મહિલાઓએ કાલે જ 620 કિમી લાંબી મહિલા વૉલ બનાવી હતી
સબરીમાલામાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે ખતમ કરી દીધો હતો પરંતુ તેમછતાં ઘણા સંગઠનો દ્વારા સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશ પર વિરોધ ચાલુ હતો. આ વિરોધ બાદ મંગળવારે મહિલાઓએ એક થઈને 620 કિમી લાંબી મહિલા વૉલ બનાવી હતી. આમાં 20 લાખ મહિલાઓના શામેલ થવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.

મહિલાઓએ એક થઈને કર્યુ હતુ પ્રદર્શન
મહિલાઓના પ્રવેશ મામલે કેરલના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યુ હતુ કે સબરીમાલામાં મહિલાઓના પ્રવેશના વિરોધમાં સાંપ્રદાયિક તાકાતોનો પ્રદર્શનથી સરકાર અને અન્ય પ્રગતિશીલ સંગઠનોને રાજ્યમાં મહિલાઓની દીવાલ બનાવવા માટે પ્રેરિત કર્યા. મુખ્યમંત્રી વિજયને એક ડિસેમ્બરની મીટિંગ બાદ આ મહિલા દીવાલના નિર્માણની વાત કરી હતી.
આ પણ વાંચોઃ પોતાના કાર્યકાળ પર બોલ્યા પીએમ મોદી, મે જે કર્યુ એ યોગ્ય કે અયોગ્ય એ જનતા નક્કી કરશે