• search

સ્પેશિયલ મિશન પર હતો 'બોમ્બ ગુરુ' ટુંડા

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    નવી દિલ્હી, 18 ઑગસ્ટઃ આતંકની દુનિયામાં બોમ્બ ગુરુના નામથી પ્રસિદ્ધ, લશ્કર એ તૈયબાના ટોચના કમાન્ડર, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ખાસ સાગરિત અને વિસ્ફોટની અંદાજે 40 જેટલી ઘટનાઓને અંજામ આપનારા અબ્દુલ કરીમ ટુંડાને દિલ્હી પોલીસે ભારત-નેપાળ બોર્ડરથી ધરપકડ કરી છે. ટુંડાની ધરપકડ ઘણી મહત્વની માનવામાં આવી છે, કારણ કે તેની પૂછપરછ કરતા મોસ્ટવોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ અંગેની જાણકારી મળી શકે તેમ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના આયુક્ત એસએન શ્રીવાસ્તવે જણાવ્યું કે, ટુંડાને ભારત-નેપાળ સીમાએથી શુક્રવારે ધરપકડ કરી છે અને તેને શનિવારે દિલ્હીની એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.

    દિલ્હી પોલીસે પોતાની કોન્ફરન્સમાં જણાવ્યું કે, ટુંડા પાસેથી પાકિસ્તાને જારી કરેલો એક પાસપોર્ટ મળ્યો છે. પોલીસે જણાવ્યું કે આ પાસપોર્ટ 23 જાન્યુઆરી 2013ના રોજ અબ્દુલ કદૂસના નામથી જારી કરવામાં આવ્યો છે. ધરપકડ બાદ દિલ્હી પોલીસે જે મોટો ખુલાસો કર્યો છે, તે એ છે કે ટુંડા દિલ્હી કોમનવેલ્થ ખેલો પહેલો ધડાકા કરવાની તૈયારીમાં હતો. ટુંડાની હિસ્ટ્રીશીટ ખોલતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના આયુક્ત એસએન શ્રીવાસ્તવે જણાવ્યું કે 1998એ દિલ્હી ધડાકાઓમાં ટુંડાનો હાથ હતો.

    abdul-karim-tunda
    દિલ્હી પોલીસ અનુસાર ટુંડા 1998માં પાકિસ્તાન ભાગી ગયો હતો અને પછી 2000માં સમાચાર આવ્યા હતા કે ટુંડા માર્યો ગયો છે, પરંતુ પછી 2005માં એ સમાચાર પણ આવ્યા છે કે ટુંડા જીવીત છે. 2010માં પણ ટુંડાએ દિલ્હીમાં ધડાકાઓ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના ગુર્ગાઓને પોલીસે પકડી પાડ્યા અને તેની યોજના નિષ્ફળ ગઇ હતી. પોલીસે જણાવ્યું કે, અબ્દુલ કરીમ ટુંડા 93ના મુંબઇ વિસ્ફોટ, 96ના દિલ્હી વિસ્ફોટમાં પણ વોન્ટેડ છે. દિલ્હી પોલીસ અનુસાર બોમ્બ બનાવનાર માહેર અબ્દુલ કરીમનો ડાબો હાથ કપાઇ ગયો હતો, તેથી તેનું નામ ટુંડા પડી ગયું.

    સૂત્રો અનુસાર, તે પિલખુવામાં હેન્ડલુમમાં કામ કરતો હતો. રંગ લગાવ્યા બાદ અમોનિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ ક્લોરેટથી કપડાંમા ચમક પૈદા કરવાનો કેમિકલ તૈયાર કરવામાં તેને માસ્ટર માનવામાં આવતો હતો. પાકિસ્તાનની આઇએસઆઇની નજર તેના પર પડી. ત્યારબાદ તે એમોનિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ ક્લોરેટને મેળવીને બોમ્બ તૈયાર કરવા લાગ્યો. આવી જ રીતે એક દિવસ બોમ્બ તૈયાર કરતી વખતે વિસ્ફોટ થતા તેનો ડાબો હાથ બેકાર થઇ ગયો. ત્યારબાદ તેનો નામ અબ્દુલ કરીમ ટુંડા થઇ ગયો.

    English summary
    Addressing the media after getting Syed Abdul Karim Tunda's 3 day custody from a court, special commissioner of Delhi Police Special Cell, SN Srivastava, informed that the 70 year old LeT terrorist had planned to carry out a blast in Delhi ahead of Commonwealth Games in 2010.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more