Abhishek Sharma : વાનખેડેમાં અભિષેક શર્માનું તોફાન, શાનદાર સદી સાથે રેકોર્ડનો વરસાદ કર્યો

IND vs ENG Abhishek Sharma : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડેમાં રમાઈ રહેલા છેલ્લા ટી20 મુકાબલામાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ છે.

ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા છે. ભારત તરફથી આજનો દિવસ અભિષેક શર્માના નામે રહ્યો.

Abhishek Sharma

અભિષેક શર્માએ આ મુકાબલમાં ભારત તરફથી સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. આ સિવાય તે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો.

અભિષેક શર્માએ માત્ર 17 બોલમાં તેની અડધી સદી પુરી કરી. આ સિવાય તેને 37 બોલમાં પોતાની સદી પુરી કરી. અભિષેક શર્મા યુવરાજસિંહ પછી બીજો સૌથી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે.

અભિષેક શર્માએ આ મુકાબલમાં 54 બોલમાં શાનદાર 134 રનન બનાવ્યા. 37 બોલમાં સદી ફટકારીને T20 ઈન્ટરનેશનલમાં બીજી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

ભારત માટે આ મુકાબલમાં શરૂઆત શાનદાર રહી હતી. ટીમે પાવર પ્લેની પહેલી 6 ઓવરમાં 1 વિકેટ બનાવીને 95 રન બનાવ્યા હતા. ભારત માટે શિવમ દુબેએ 30 અને તિલક વર્માએ 24 રનની ઈનિંગ રમી.

જણાવી દઈએ કે, ભારતના રોહિત શર્માના નામે 35 બોલમાં T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો રેકોર્ડ છે, જે તેણે 2017માં શ્રીલંકા સામે બનાવ્યો હતો. ભારત માટે અભિષેક શર્માએ T-20 ઈન્ટરનેશનલમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ સિવાય દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરે 35 બોલમાં સદી ફટકારી છે.

સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય ખેલાડી
યુવરાજ સિંહ - 12 બોલમાં અડધી સદી, ઈંગ્લેન્ડ સામે, ડરબન (2007)
અભિષેક શર્મા - 17 બોલમાં અડધી સદી, ઈંગ્લેન્ડ સામે, વાનખેડે (2025)
કેએલ રાહુલ - 18 બોલમાં અડધી સદી, વિ. સ્કોટલેન્ડ, દુબઈ (2021)
સૂર્યકુમાર યાદવ - 18 બોલમાં અડધી સદી, દક્ષિણ આફ્રિકા સામે, ગુવાહાટી (2022)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X