અનુચ્છેદ 370ને પડકાર પર વિચાર કરશે બંધારણીય પીઠ, આજથી સુનાવણી શરૂ

જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370ને હટાવાયા બાદ આજથી સુપ્રીમ કોર્ટમાં તેને પડકારતી અરજીઓ પર સુનાવણી થશે.

જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370ને હટાવાયા બાદ આજથી સુપ્રીમ કોર્ટમાં તેને પડકારતી અરજીઓ પર સુનાવણી થશે. જસ્ટીસ એન વી રમણની અધ્યક્ષતાવાળી બંધારણીય પીઠ અનુચ્છેદ 370ની મોટાભાગની જોગવાઈઓને નિષ્ક્રિય કરવાને પડકારતી અરજીઓ પર મંગળવારથી સુનાવણી શરૂ કરશે.

SC

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કલમ 370 હટાવાયા બાદ જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપો સાથે જોડાયેલ બધી બાબતોને જસ્ટીસ રમણની અધ્યક્ષતાવાળી પીઠને મોકલી દીધુ હતુ. તેમણે કહ્યુ કે તેમની અધ્યક્ષતાવાળી બેંચ અયોધ્યાના રામ મંદિર-બાબરી મસ્જિદ બાબતે પહેલેથી જ વ્યસ્ત છે.

આજથી આ બાબતની સુનાવણી કરતી જસ્ટીસ રમણની અધ્યક્ષતાવાળી બંધારણીય પીઠમાં જસ્ટીસ સંજય કિશન કૌલ, જસ્ટીસ આર સુભાષ રેડ્ડી, જસ્ટીસ બી આર ગવઈ અને જસ્ટીસ સૂર્યકાંત શામેલ છે. આ બંધારણીય પીઠ સામે જે અરજીઓ આવશે તેમને નેશનલ કૉન્ફરન્સ, સજ્જાન લૉનની જે કે પીપલ્સ કૉન્ફરન્સ અને અમુક લોકોએ દાખલ કરી છે. આ ઉપરાંત પૂર્વ રક્ષા અધિકારીઓ અને બ્યૂરોક્રેટ્સે દાખલ કરી છે. તેમણે 5 ઓગસ્ટના પ્રેસિડેન્શિયલ ઑર્ડરને ગેરબંધારણીય ગણાવવાની માંગ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X