Nawab Malik vs Sameer Wankhede: એકદમ જૂઠ બોલી રહ્યા છે નવાબ મલિક - સમીર વાનખેડે

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક વચ્ચેની લડાઈ વધી રહી છે.

મુંબઈઃ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક વચ્ચેની લડાઈ વધી રહી છે. શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને નવાબ મલિકે વાનખેડે પર નવા આરોપ લગાવ્યા છે, જેના વિશે હવે સમીર વાનખેડેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યુ કે, 'બધી વાતો સાવ ખોટી છે, નવાબ મલિક ખોટુ બોલી રહ્યા છે પરંતુ હું અત્યારે કોઈ ટિપ્પણી નથી કરી શકતો, કાયદો પોતાનુ કામ કરશે.' તમને જણાવી દઈએ કે નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે વાનખેડેએ ડ્રગ્સ કેસમાં ક્રૂઝ પાર્ટીના આયોજકોમાંથી એક કાશિફ ખાનને જાણીજોઈને નથી પકડ્યો.

sameer-nawab

તે ક્રૂઝ પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે હાજર હતા. નવાબ મલિકનુ કહેવુ છે કે કાશિફ ખાન ફેશન ટીવીના ઈન્ડિયા હેડ છે કે જે ક્રૂઝ પર ઈવેન્ટ ઑર્ગેનાઈઝ કરાવે છે. નવાબ મલિકે કહ્યુ છે કે કાશિફ સેક્સ રેકેટ પણ ચલાવે છે. વાનખેડેને તેની સાથે સારા રિલેશન છે, મને ખબર પડી તેનાથી એનસીબીના ઘણા અધિકારીઓએ ઘણી વાર વાતચીત કરવાની કોશિશ કરી પરંતુ દર વખતે વાનખેડેએ પોતાના અધિકારીઓને રોકી દીધા.

તમને જણાવી દઈએ કે નવાબ મલિક સતત વાનખેડે પર નિશાન સાધી રહ્યા છે. તેમણે આ પહેલા કહ્યુ હતુ કે વાનખેડે મુસ્લિમ હતા. તેમણે દલિત હિંદુના નકલી સર્ટિફિકેટ દ્વારા આઈઆરએસની નોકરી મેળવી છે. નવાબ મલિકે સમીર વાનખેડેના એક કથિત નિકાહનામુ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર જાહેર કર્યુ હતુ.

ભાજપ પર પણ સાધ્યુ નિશાન
તમને જણાવી દઈએ કે નવાબ મલિકે એ પણ કહ્યુ કે વાનખેડે દ્વારા ભાજપ બૉલિવુડને બદનામ કરવાનુ ષડયંત્ર કરી રહ્યુ છે. યોગી આદિત્યનાથની પૂરી કોશિશ છે કે તે બૉલિવુડને અહીંથી નોઈડામાં શિફ્ટ કરાવી લે તો એવુ સંભવ નહિ થાય. એક ષડયંત્ર રિયા ચક્રવર્તી કેસથી શરુ થયુ અને ડ્રગ્સ-ડ્ર્ગસ કહીને હોબાળો થઈ ગયો. બૉલિવુડના ઘણા સ્ટાર્સની પરેડ કરાવવામાં આવી પરંતુ આજ સુધી એક પણ ધરપકડ કેમ નથી થઈ? આ બધુ એક ષડયંત્ર છે કે જે ભાજપ કરાવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે સમીર વાનખેડેના પિતા હિંદુ છે જ્યારે તેમની મા મુસ્લિમ હતી. સમીર વાનખેડેની પહેલી પત્ની પણ મુસ્લિમ હતી પરંતુ વર્ષ 2016માં બંનેના તલાક થઈ ગયા હતા. વર્ષ 2017માં સમીરે મરાઠી સ્ટાર ક્રાંતિ રેડકર સાથે હિંદુ રિવાજથી લગ્ન કર્યા હતા. જેના ફોટા બે દિવસ પહેલા જ ક્રાંતિએ ટ્વિટ કર્યા હતા. આ લગ્નથી સમીર-ક્રાંતિને બે જોડિયા દીકરીઓ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X