બળાત્કાર પાછળ ફેશન જવાબદારઃ અબુ આઝમી

સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીનું માનવું છે કે, મહિલાંઓ પર જે અત્યાચાર થઇ રહ્યાં છે, તેના માટે મહિલાંઓ જ જવાબદાર છે. તેમનું કહેવું છે કે ફિલ્મોમાં દર્શાવવામાં આવતી ન્યૂડિટી અને ફેશનના કારણે યુવતીઓ સાથે સતત અયોગ્ય ઘટનાઓ ઘટી રહી છે. ગામની યુવતીઓ વધારે ફેશને જોર આપતી નથી તેથી તે સુરક્ષિત છે. આઝમીએ વધુંમાં કહ્યું કે, ગામડાંની યુવતીઓને બોયફ્રેન્ડ નથી હોતા, કારણ કે શહેરમાં તે ફેશન બની ગયું છે. યુવતીઓના ઓછા કપડાં પહેરવાના કારણે આવી ઘટનાઓ વધી રહી છે.
બીજી તરફ ગોવાના એક ધારાસભ્ય વિષ્ણુ વાઘે મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરી છે, વાઘે કહ્યું કે, જો મોડલ સાંસદ બની જાય તો સંસદની હાલત પણ ફેશન શોની જેમ થઇ જશે. જે રીતે ફેશનપરસ્ત મહિલાંઓ સામે આવશે દેશમાં હિંસા થવા માંડશે. તેમણે એમ પણ કહ્યું કે, મલાઇકા અરોરા ખાન અને રાખી સાંવત જેવી મહિલાંઓ સાંસદ તરીકે પસંદ કરવામાં આવે તો સંસદ જેવી મહાન સંસ્થામાં તબાહી મચી જશે.












Click it and Unblock the Notifications
