For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અબુ સાલેમને કરાશે પોર્ટુગલ દૂતાવાસમાં શિફ્ટ!

By Super
|
Google Oneindia Gujarati News

abusalem
મુંબઇ, 30 જુલાઇઃ અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમ ઇચ્છે છે કે તેને નવી દિલ્હી અથવા ગોવા સ્થિત પોર્ટુગલ દૂતાવાસમાં સ્થળાંતિરત કરવામાં આવે. સાલેમે સોમવારે વિશેષ ટાડા કોર્ટમાં આ સંબંધમાં અરજી કરી છે. સાલેમ પર ગત મહિને નવી મુંબઇ તલોજા જેલમાં જાનલેવા હુમલો થયો હતો.

સાલેમના વકીલ રાશિદ અંસારીએ જણાવ્યા પ્રમાણે સાલેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાર્થીના પોર્ટુગલ લૌટનના મુદ્દે અંતિમ નિર્ણય થાય ત્યાં સુધી પોર્ટુગલ દૂતાવાસમાં તેને મોકલવામાં આવે. પોતાની અરજીમાં સાલેમે કહ્યું કે, તે ક્યારેક અન્ય જેલોમાં અસુરક્ષિત હોવાનું અનુભવે છે તેથી ન્યાયના હિતમાં એ રહેશે કે તેને કોઇ જેલમાં સ્થળાંતરિત કરવામાં ના આવે કારણ કે અન્ય જેલોમાં તેને જીવનું જોખમ છે.

સાલેમે કહ્યું કે, તલોજા જેલના અધિકારીઓ પાસે તેને થાણેની જેલમાં મોકલવાના આદેશ છે, સાલેમ અનુસાર તેણે અનેક વાર એ ભલામણ કરી છે કે, તેના જીવને મુસ્તફા ડોસા, અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન તથા અન્યોથી ખતરો છે. સાલેમની આ અરજી પર આ અઠવાડિયાના અંતમાં સુનાવણી કરવામાં આવશે.

1993 મુંબઇ બોમ્બ વિસ્ફોટના મામલે અભિયુક્ત સાલેમને લાંબી કાયદાકીય લડાઇ બાદ 11 નવેમ્બર 2005ના પોર્ટુગિઝથી ભારત લાવવામાં આવ્યો હતો. સાલેમ પર 27 જૂનના રોજ જેલમાં હુમલો થયો હતો. તેના પર દેવેન્દ્ર જગતાપ ઉર્ફે જેડીએ હુમલો કર્યો હતો. જેડી વકીલ શહિદ આઝમીની હત્યાના મામલાનો આરોપી છે.

English summary
Gangster Abu Salem, who survived a bid on his life in Navi Mumbai's Taloja jail last month, on Monday moved the special TADA court seeking directions to the jail authorities for shifting him to Portugal Embassy in Goa or Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X