For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસી ટ્રેનના ભાડાંમાં 1 ઓક્ટોબરથી વધારો થશે

|
Google Oneindia Gujarati News

Railway train
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : તમામ એસી ટ્રેનના ભાડાં, ટેરિફ અને રેલવે સ્ટેશન્સ પર ઉપલબ્ધ નાસ્તાની કિંમતો પર સર્વિસ ટેક્સ લાગુ પડતા 1 ઓક્ટોબરથી કિંમતોમાં વધારો થશે. આ નિર્ણય રેલવે પ્રધાન સી પી જોશી અને નાણા પ્રધાન પી ચિદમ્બરમ વચ્ચેની બેઠક બાદ લેવામાં આવ્યો હતો.

આગામી 1 ઓક્ટેબરથી અમલમાં આવનારો ભાડાં વધારો એસી ફર્સ્ટ ક્લાસ, એક્ઝિક્યુટિવ ક્લાસ, એસી - 2 - ટાયર, એસી 3 - ટાયર, એસી ચેરમાં થશે. તેના ભાડાંમાં અંદાજે 3.708 ટકાનો વધારો થશે. આ અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

આ ઉપરાંત માલ ભાડા લેવી અને અન્ય સહાયક સેવાઓ પર સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવશે. હાલમાં સર્વિસ ટેક્સનો દર 12.36 ટકા છે. પણ ગણતરી બાદ ભાડાં અને માલ ભાડા પર 3.780 ટકા જેટલો લાગુ પડશે. જ્યારે સહાયક સેવાઓ જેમ કે કેટરિંગ પાર્કિંગ વગેરે પર 12.36 ટકાનો સર્વિસ ટેક્સ લાગુ પડશે.

આ નિર્ણય યુપીએ સરકારમાંથી તૃણમૂલ કોંગ્રેસના બદાર નીકળી ગયા બાદ લેવામાં આવ્યો છે. જે ટિકિટ સર્વિસ ટેક્સ લીધા વિના આપવામાં આવી છે તેના પર મુસાફરી દરમિયાન કે તે પહેલા ટેક્સ વસૂલ કરવામાં આવશે. જો મુસાફર ટિકિટ રદ કરાવશે તો પણ સર્વિસ ટેક્સ પાછો આપવામાં આવશે નહીં. જે ટિકિટ્સ પર રાહત આપવામાં આવે છે તેમાં પણ કુલ ભાડાના 30 ટકા સર્વિસ ચાર્જ લેવામાં આવશે.

English summary
All AC train fares, freight tariff and cost of food at railway stations will go up from October 1 with the coming into force of service tax on them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X