Andhra Pradesh Accident: આધ્રા પ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર 6 ના મૌત, 20 લોકો ઘાયલ
આંધ્રા પ્રદેશમાં શનિવારે મોડી રાત્રે ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો. જેમા અંદાજે 6 લોકોના મૌત થયા હતા. જ્યારે અન્ય 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને ઇલાજ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, રોડ પરિવહન નિગમની બસ કડપા જિલ્લામાં ચેન્નઇ જઇ રહેલી એક લોરીની ટક્કર થઇ હતી.

પોલીસ અનુસાર આરટીસી બસ યાત્રા કરી રહેલા ચાર લોકોની ઘટના સ્થળે જ મૌત થઇ ગયા હતા. જ્યારે અન્ય બે લોકોને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૌત થયુ હતુ. પોલીસે જણાવ્યુ હતુ કે, જ્યારે બસ તિરુપતિથી આવી રહી હતી ચેન્નઇ તરફ જઇ રહી હતી ત્યારે એક લોરી સાથે ટક્કર થઇ હતી જેમા છ યાત્રીઓની મૌત થઇ ગઇ હતી. જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા.












Click it and Unblock the Notifications
