રિસર્ચઃ કોરોનાથી રિકવર થતાં અમુક દર્દીઓને થઈ રહી છે આ ગંભીર બિમારી
કોરોના વાયરસના સંક્રમણથી રિકવર થઈને પાછા આવનાર અમુક દર્દીઓ સાથ એક સમસ્યા સામે આવી છે જે જાણીને તમે ચોંકી જશો.
કોરોના વાયરસના સંક્રમણથી રિકવર થઈને પાછા આવનાર અમુક દર્દીઓ સાથ એક સમસ્યા સામે આવી છે જે જાણીને તમે ચોંકી જશો. લેટેસ્ટ રિસર્ચ અનુસાર આઠમાંથી એક કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સાંભળવાની શક્તિ ઘટી શકે છે. યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરના ઑડિયોલોજિસ્ટે 121 વયસ્કો પર અભ્યાસ કર્યો જેમને વીથેનશાવે હોસ્પિટલમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે ભરતી કરવામાં આવ્યા હતા.

કોરોના વાયરસથી ઘટે છે સાંભળવાની ક્ષમતા
અભ્યાસ દરમિયાન જાણવા મળ્યુ કે 16 લોકોએ કહ્યુ કે ડિસ્ચાર્જ થયાના આઠ સપ્તાહ બાદ તેમની સાંભળવાની ક્ષમતા બહુ ઓછી થઈ ગઈ હતી. આ 16 લોકોમાંથી આઠ લોકોની સાંભળવાની ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થઈ અને આઠ લોકોએ ટિનીટસની ફરિયાદ કરી. શોધકર્તાઓએ કહ્યુકે અન્ય વાયરસ જેવા કે ખસરા, કંઠમાલા અને મેનિન્જાઈટીસથી પણ સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. તમને જણાવી દઈએ કે મનુષ્યોને સંક્રમિત કરનાર અન્ય કોરોના વાયરસ એ મહત્વપૂર્ણ તંત્રિકાઓને નુકશાન પહોંચાડી શકે છે જે મસ્તિષ્ક અને કાનની વચ્ચે માહિતીનુ આદાન-પ્રદાન કરે છે.

તંત્રિકાઓને પણ થાય છે નુકશાન
રિસર્ચર પ્રોફેસર કેવિન મુનરોએ કહ્યુ કે એ સંભવ છે કે કોવિડ-19 સાંભળવાની પ્રણાલીને નુકશાન પહોંચાડી છે ખાસ કરીને મધ્ય ભાગને. આ ભાગ એક ટ્યુબની જેમ છે જે કાનના પડદાથી સાંભળનારી તંત્રિકા અને ગળા સુધી જાય છે. પ્રોફેસર કેવિન મુનરોએ જણાવ્યુ કે ઑડેટરી ન્યૂરોપેથી એક શ્રવણ ડિસઑર્ડર છે. જેમાં કોક્લીઅ કામ તો કરે છે પરંતુ મસ્તિષ્કનુ શ્રવણ તંત્રિકા સાથે સંચરણ બગાડી દે છે.

કોવિડ-19 ગંભીર દુષ્પરિણામ પેદા કરી શકે
પ્રોફેસર મુનરોએ કહ્યુ કે જે લોકોને પહેલેથી જ ઓછુ સાંભળવાની બિમારી છે તેમના માટે કોવિડ-19 ગંભીર દુષ્પરિણામ પેદા કરી શકે છે. આનાથી અવા લોકોમાં તણાવ અને ગભરામણ વધી શકે છે. આ શોધને ઈન્ટરનેશનલ જર્નલ ઑફ ઑડિયોલૉજીમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. આ શોધના નિષ્કર્ષોથી માલુમ પડ્યુ છે કે કોવિડ-19 સાંભળવાની શક્તિને લાંબા સમય માટે પ્રભાવિત કરી શકે છે.












Click it and Unblock the Notifications
