Karnataka Election : રાહુલ ગાંધીના મતે બીજેપીને આટલી સીટ મળશે, જાણો કોંગ્રેસને કેટલી?
આ દિવસોમાં રાહુલ ગાંધી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સત્તાધારી બીજેપીને લલકારી રહ્યા છે. અદાણી મુદ્દે સતત હુમલા કરી રહેલા રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીને લઈને મોટી આગાહી કરી છે. અહીં રાહુલ ગાંધીએ બીજેપી અને મોદી સરકાર પર ભ્રષ્ટાચારને લઈને નિશાન સાધ્યુ હતું.

રાહુલ ગાંધીએ મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને ઓછામાં ઓછી 150 સીટ મળશે, જ્યારે 40 ટકા કમિશન વાળી બીજેપી સરકારને માત્ર 40 ટકા સીટો મળશે. તેમણે કહ્યું કે, બીજેપી સરકાર ભારતની સૌથી ભ્રષ્ટ સરકાર છે, તે 40 ટકા કમિશન લે છે. આ રૂપિયાનો ઉપયોગ પાછલી સરકારના ધારાસભ્યોને ખરીદવામાં થયો હતો.
રાહુલ ગાંધીએ પુછ્યુ કે, શું પીએમ ગોવા, એમપી અને કર્ણાટકમાં ધારાસભ્યોને ખરીદવા માટે વપરાયેલા નાણાંના સ્ત્રોતનો ખુલાસો કરશે? રાહુલ ગાંધીએ વિજયપુરામાં પોતાના રોડ શો દરમિયાન બીજેપીને આડે હાથ લીધી હતી.
રાહુલ ગાંદીએ કહ્યું કે, યુપીએ સરકાર વખતે અમે જાતિગત વસ્તી ગણતરી કરી. પીએમ મોદીએ આ ડેટા સાર્વજનિક કરવો જોઈએ, તેનાથી સ્પષ્ટ થશે કે કેટલા ઓબીસી, એસટી, દલિત અને લઘુમતીઓ છે. પીએમ મોદી ઓબીસી વસ્તી ગણતરીના આંકડા જાહેર કરી રહ્યા નથી, કારણ કે તે ભારતની સંપત્તિ આપવા માંગતા નથી.
#WATCH | Basava ji said to help the weak, not the billionaires.He never wrote about giving country's wealth to Adani.When I raised Adani issue in Parliament, my mic was switched off, my speech was erased...:Rahul Gandhi attacks PM Modi & BJP on Adani row #KarnatakaElections2023 pic.twitter.com/CitIGLJGMz
— ANI (@ANI) April 23, 2023
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, અબજોપતિઓની મદદ ન કરો પરંતુ નબળાઓની મદદ કરો. તેમણે ક્યારેય દેશની સંપત્તિ અદાણીને આપવા વિશે લખ્યું નથી. જ્યારે મેં સંસદમાં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો તો મારું માઈક બંધ થઈ ગયું, મારું ભાષણ હટાવી દેવામાં આવ્યુ.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં રાહુલ ગાંધીએ રવિવારે વિજયપુરામાં એક વિશાળ રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.












Click it and Unblock the Notifications
