એસિડ હુમલોઃ શિવરાજ સિંહ આકરાપાણીએ, લગાવી કલમ 307

મધ્યપ્રદેશ સરકારે નક્કી કર્યું છે કે, પ્રદેશમાં એસિડ હુમલાઓના મામલાના આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ બદલ કલમ 307 હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એસિડ હુમલાને લઇને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશો બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશનું પાલન કરતા આ દિશામાં પહેલું પગલું ઉઠાવ્યું છે, જે હેઠળ આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવામાં આવશે.
તેમણે આશા વ્યક્ત કરી છે કે એસિડ હુમલાના દિશા-નિર્દેશ રાજ્ય સરકારને સંભવતઃ સોમવાર 22 જુલાઇ સુધી મળી જશે. ચૌહાણે કહ્યું કે પોલીસ મહાનિદેશક અને મુખ્ય સચિવ દ્વારા એસિડ હુમલાના આરોપીઓ વિરુદ્ધ ધારા 307 હેઠળ પ્રકરણ કાયમ કરવાનો આદેશ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
