For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં એક સાથે ચાર છોકરીઓ પર એસીડ હુમલો

|
Google Oneindia Gujarati News

acid
રાયગઢ, 11 માર્ચ : છત્તીસગઢના રાયગઢ જિલ્લાના એક ગામમાં મહિલાઓ પર અત્યાચારનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. અહીં એક ગામમાં કેટલાક યુવકોએ એક જ પરિવારની ચાર યુવતીઓ પર એસિડનો હુમલો કર્યો હતો. આ હુમલામાં છોકરીઓ ગંભીર રીતે ઘાયલ બની છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ ઘટના પુસોર ગામની છે. પ્રાપ્ત વિગત અનુસાર શનિવારે રાત્રે છોકરીઓ રામાયણના પાઠ કરીને ઘરે પાછી ફરી રહી હતી. ત્યારે અંધારામાં કોઇએ તેમની ઉપર એસિડ નાખીને હુમલો કર્યો હતો. આ તમામ ચાર યુવતીઓ સગી બહેનો છે તેમની વય 10થી 16 વર્ષની છે.

આ અંગે રાયગઢના પોલીસ અધિક્ષકનું કહેવું છે કે આ કેસમાં કેટલાક લોકોને શકને આધારે પકડીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હજી સુધી એ ખબર પડી શકી નથી કે હુમલાખોર કોણ છે. આ અંગે છોકરીઓ પણ વધારે વિગતો આપી શકી નથી કારણ કે અંધારું વધારે હતું જેના કારણે તેઓ હુમલાખોરોને જોઇ શકી ન હતી.

આ કેસમાં જે યુવકોની ધરપકડ કરવામાં આવી છે તે છોકરીઓની જ્ઞાતિના જ છે. છોકરીઓને સારવાર માટે રાયગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેમાંથી ત્રણની હાલત હવે જોખમની બહાર છે જ્યારે વધારે ઘાટલ થયેલી એક યુવતીની હાલત ગંભીર છે.

પોલીસનું પ્રાથમિક તારણમાં એવું કહેવું છે કે પરસ્પરની દુશ્મનાવટના કારણે બદલો લેવા આવું કૃત્ય આચરવામાં આવ્યું હોઇ શકે છે. જો કે આ અંગેના કોઇ પાકા પુરાવા મળી શક્યા નથી. આ કેસમાં કોઇ પ્રેમપ્સંગ સંકળાયેલો હોવા અંગે પોલીસે ના પાડી છે.

English summary
Acid attack on 4 girls in chattisgarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X