યુપીઃ જાહેરમાં ચાર સગી બહેનો પર એસિડ ફેકાંયુ

કાંદલા પોલીસ મથક પ્રભારી પંકજ વર્માએ જણાવ્યું કે એસિડ હુમલામાં એક યુવતી ગંભીર રીતે દાઝી ગઇ છે, જેને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે તેની અન્ય ત્રણ બહેનો સામાન્ય રીતે દાઝતાં તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
વર્માએ કહ્યું કે પીડિત યુવતીઓએ જણાવ્યું કે તેમના એસિડ ફેંકનાર મોટરસાઇકલ સવાર કોણ હતા, તેને તે ઓળખી શકી નથી, કારણ કે તેમણે હેલમેટ પહેરેલી હતી. તેમણે કહ્યું કે, મોટરસાઇકલની પાછળ બેસેલા શખ્સે પિચકારીથી તેના પર એસિડ ફેંક્યું. વર્માએ કહ્યું કે આખલા મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસની ટીમ રચીને હુમલાખોરોની શોધખોળ આદરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
