દિલ્લી હિંસાઃ ઘાયલ એસીપી અનુજે સંભળાવી રમખાણોની આપવીતી, કેવી રીતે વાગી રતનલાલને ગોળી

હિંસા દરમિયાન દિલ્લી પોલિસના એસીપી અનુજ કુમાર પોતાના ડીસીપી અમિત શર્માને બચાવતા ઘાયલ થઈ ગયા હતા. એસીપી અનુજ કુમારે હવે હિંસાની આપવીતી વર્ણવી છે.

ત્રણ દિવસ સુધી રમખાણોની આગમાં સળગ્યા બાદ દેશની રાજધાની દિલ્લીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યુ છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલિસ બળ તૈનાત છે અને લોકો રમખાણોની દહેશત વચ્ચે પોતાના સળગી ગયેલા ઘરો અને દુકાનોને ફરીથી આબાદ કરવાની કોશિશમાં લાગેલા છે. આ હિંસા દરમિયાન ઉપદ્રવીઓએ 42 લોકોના જીવ લઈ લીધા. વળી, 200થી વધુ લોકો હિંસામાં ઘાયલ થયા છે. હિંસા દરમિયાન દિલ્લી પોલિસના એસીપી અનુજ કુમાર પોતાના ડીસીપી અમિત શર્માને બચાવતા ઘાયલ થઈ ગયા હતા. એસીપી અનુજ કુમારે હવે હિંસાની આપવીતી વર્ણવી છે.

‘ભીડે અમને ચારે તરફથી ઘેરી લીધા'

‘ભીડે અમને ચારે તરફથી ઘેરી લીધા'

હિંસા દરમિયાન ગોકુલપુરીના એસીપી અનુજ કુમારના પગ અને માથામાં ઈજા થઈ. હિંસાના એ ભયાનક દ્રશ્યોનો ઉલ્લેખ કરીને એસીપી અનુજે જણાવ્યુ કે, ‘ગઈ 24 ફેબ્રુઆરીએ ભજનપુરાના ચાંદબાગ વિસ્તારમાં નાગરિકતા સુધારા કાયદા માટે હિંસા ભડકેલી હતી. સેંકડોની સંખ્યામાં લોકો ભેગા થઈને પત્થરબાજી કરી રહ્યા હતા. મારી સાથે ડીસીપી અમિત શર્મા અને મારા રીડર હેડ કૉન્સ્ટેબલ રતનલાલ પણ હતા, જે ઉપદ્રવીએને શાંત કરાવવામાં લાગેલા હતા. અચાનક ઉપદ્રવીઓની ભીડે અમને ચારે તરફથી ઘેરી લીધા અને અમારી ઉપર પત્થરબાજી શરૂ કરી દીધી.'

‘એક વાર વિચાર્યુ કે પિસ્તોલ કાઢીને ફાયરિંગ કરુ, પરંતુ પછી...'

‘એક વાર વિચાર્યુ કે પિસ્તોલ કાઢીને ફાયરિંગ કરુ, પરંતુ પછી...'

એસીપી અનુજ કુમારે આગળ જણાવ્યુ, ‘અમે લોકો જ્યાં ઉભા હતા, તેની પાછળ રસ્તાના ડિવાઈડરની ગ્રિલ હતી અને સામે એ ભીડ પત્થરબાજી કરી રહ્યા હતા. એ લોકો પાસે લાઠી-દંડા અને કુલ્હાડી જેવા હથિયાર પણ હતા. પત્થરબાજીમાં ડીસીપી અમિત શર્મા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા અને તેમના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યુ. તે બેભાન થઈ ગયા હતા. મારા માથામાં પણ પત્થર વાગ્યા. એક વાર મારા મનમાં આવ્યુ કે હું મારી પિસ્ટલ કાઢીને ફાયરિંગ કરુ પરંતુ પછી વિચાર્યુ કે આ યોગ્ય નહિ ગણાય કારણકે ભીડ બહુ વધુ હતી અમારુ લિંચિંગ થઈ શકતુ હતુ.'

‘હેડ કૉન્સ્ટેબલ રતનલાલનો ગોળી વાગી અને પછી...'

‘હેડ કૉન્સ્ટેબલ રતનલાલનો ગોળી વાગી અને પછી...'

ઘટના વિશે એસીપી અર્જૂન અનુજે આગળ જણાવ્યુ, ‘આ દરમિયાન હેડ કૉન્સ્ટેબલ રતન લાલને ગોળી વાગી ગઈ. અમને આ વિશે ખબર પણ નહોતી પડી. મે કોઈ રીતે એ બંનેને ભીડ વચ્ચેથી બહાર કાઢ્યા અને રસ્તા પર એક ગાડી ઉભી રાખીને તેમની પાસેના એક નર્સિંગ હોમ લઈને ગયા. રતનલાલને ગોળી વાગી હતી અને તેમની હાલત બગડી રહી હતી એટલા માટે અમે તેમને ત્યાંથી જીટીબી હોસ્પિટલ લઈને ગયા, જ્યાં તેમણે દમ તોડી દીધો. ત્યારબાદ અમે ડીસીપી અમિત શર્માને દિલ્લીની મેક્સ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા જ્યાં હજુ પણ તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.'

હિંસામાં અત્યાર સુધી 42 લોકોના મોત

હિંસામાં અત્યાર સુધી 42 લોકોના મોત

તમને જણાવી દઈએ કે દિલ્લીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ગયા સોમવારે એ વખતે સ્થિતિ બગડી ગઈ જ્યારે નાગરિકતા સુધારા કાયદા માટે આ કાયદાના સમર્થક અને વિરોધી સામ સામે આવી ગયા. આ હિંસામાં અત્યાર સુધીમાં 42 લોકોના મોત થઈ ચૂક્યા છે જેમાં દિલ્લી પોલિસના એક હેડ કૉન્સ્ટેબલ અને આઈબીના એક અધિકારી શામેલ છે. આઈબી ઓફિસરની લાશ એક નાળાની અંદરથી મળી અને તેમને ચાકૂના ઘા કરી મારવામાં આવ્યા હતા. આ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા તાહિર હુસેન ઉપર આઈબી ઓફિસરની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

કેસમાં કુલ 123 એફઆઈઆર નોંધવામાં આવી

કેસમાં કુલ 123 એફઆઈઆર નોંધવામાં આવી

દિલ્લી હિંસા કેસમાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને આ કેસમાં નોંધાયેલ બધી એફઆઈઆર ક્રાઈમ બ્રાંડને સોંપી દેવામાં આવી છે. હિંસાના અલગ અલગ કેસોમાં દિલ્લી પોલિસે કુલ 123 એફઆઈઆર નોંધી છે. વળી, 630 લોકોએ હિંસા ફેલાવવાના આરોપમાં ધરપકડ કરી છે. જોઈન્ટ પોલિસ કમિશ્નર આલોક કુમારે આ કેસમાં માહિતી આપતા કહ્યુ, ‘25 ફેબ્રુઆરીની સાંજ બાદ હિંસાની કોઈ ઘટના સામે આવી નથી. સ્થિતિ કાબુમાં છે અને આજે સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી કલમ 144માં છૂટ આપવામાં આવી છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X