પતિની સાથે મળીને ડ્રગ્સ વેચવાનો ધંધો કરે છે અભિનેત્રી મમતા કુલકર્ણી?
90ની દાયકાની સૌથી લોકપ્રિય અભિનેત્રી અને "મુઝ કો રાણાજી માફ કરના...ગલતી મ્હારે સે હો ગઇ" જેવા દ્વિઅર્થી ગીતો પર ડાન્સ કરીને દર્શકોના મનમાં ખાસ જગ્યા બનાવનાર મમતા કુલકર્ણી હવે ડ્રગ્સના ધંધામાં ઉતરી ગઇ છે તેવું બહાર આવ્યું છે. એક અંગ્રેજી છાપાએ ઠાણે પોલિસના આધારે આ ખબર છાપી છે. જે મુજબ પાછલા મહિને મેળવેલ 20 ટન એફેડ્રાઇન ડ્રગ્સની તસ્કરીના મામલામાં મમતા કૂલકર્ણીની મહત્વની ભૂમિકા હતી તેવું બહાર આવ્યું છે.
પોલિસની તપાસ ટીમે આ ખુલાસો કર્યો છે કે કેન્યામાં પોતાના પતિ સાથે રહેતી મમતા કુલકર્ણી પતિના આ ધંધાને ફેલાવી રહી છે. મમતાનો પતિ વિજયગિરી આનંદગિરી ગોસ્વામી ઉર્ફ વીકી ગોસ્વામી તેનો માસ્ટર માઇન્ડ છે. ત્યારે ઠાણે પોલિસ હવે મમતા કુલકર્ણીની ભૂમિકાને લઇને તપાસ કરી રહી છે. નોંધનીય છે કે વીકી ગોસ્વામીનું નામ આ પહેલા પણ ડ્રગ્સની તસ્કરીમાં આવી ચૂક્યું છે. અને વીકીની દુબઇમાં 1997માં ડ્રગ્સ સપ્લાય મામલે ધરપકડ પણ થઇ હતી. ત્યારે આ મામલે વધુ જાણો અહીં...

કેન્યાથી ચાલે છે કારોબાર
વીકી જેલથી નીકળ્યા પછી મમતા કુલકર્ણીની સાથે કેન્યાની રાજધાની નૈરોબી જઇને વસી ગયો છે. અને ડ્રગ્સના ટ્રાફિકિંગ મામલે વીકી અમેરિકાનો વોન્ટેડ અપરાધી છે. ઠાણે પોલિસના એક ઉચ્ચ અધિકારી જણાવ્યું કે આ ઇન્ટરનેશનલ રેકેટમાં વીકી ગોસ્વામી મેન લિંક છે.

મમતાના નામનો સહારો
વધુમાં પોલિસ મમતા કુલકર્ણીની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે. તે પણ આ કેસની પ્રાઇમ સસ્પેક્ટ છે. અને મનાય છે કે મમતા કુલકર્ણી હજી પણ કેન્યામાં છે.

મમતા કરે છે ક્લાયન્ટથી ડિલિંગ
ઠાણે પોલિસના અધિકારીએ જણાવ્યું કે વીકી ઇન્ટપોલના ડરથી કેન્યા જતો રહ્યો છે. પણ મમતા દુબઇ, અમેરિકા, સિંગાપુર અને દક્ષિણ આફ્રિકામાં વીકીના ક્લાયન્ટને મળતી રહે છે.

આરોપ
વળી મમતા પર આરોપ છે કે તે મહારાષ્ટ્રના ડ્રગ્સ ડિલિંગ નેટવર્કમાં પણ સામેલ છે. તે વીકીની બેંકોના લેનદેનમાં પણ સાથે છે અને વીકી તેના જ નામનો ઉપયોગ કરી છે.

મમતા બ્લેક મની
વળી મનાય છે કે વીકીના ડ્રગ્સ ડિલિંગના બ્લેક મની મમતા જ ઠેકાણે લગાવે છે.

મમતાનો ખુલાસો
એક ચેનલ જોડે વાતચીત કરતા ખુદ મમતાએ જ તે વાત સ્વીકારી હતી કે વીકીનો ભૂતકાળ પણ દાઉદ ઇબ્રાહિમ જેવો જ હતો. વળી વીકી મુંબઇમાં ડ્રગ્સની તસ્કરી કરવા માટે જાણીતો હતો. તે Mandrax Tablets સપ્લાય કરતો હતો. અને વીકીના એક ઇશારે બોલીવૂડના સિતારા મુંબઇથી દુબઇ આવી જતા હતા.

દુબઇમાં મળ્યા હતા
1996-97માં મમતા કુલકર્ણી જ્યારે બોલીવૂડની ટોપની હિરોઇન હતી ત્યારે વિકીએ દુબઇમાં એક હોટલ ખોલી હતી. જેમાં અનેક બોલીવૂડ સ્ટાર સામેલ થયા હતા. મમતાનો દાવો હતો કે વિકી તેને વારવાર ફોન કરીને મળવાની ઇચ્છા વ્યક્ત કરતો હતો. પણ તે તેને કદી મળતી નહતી.

લિવ ઇન પાર્ટનર
નવેમ્બર 2014માં મમતાએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વિકી તેનો પતિ નથી તે લોકો લિવ ઇન પાર્ટનર તરીકે રહે છે. વળી મમતા તેના અને વિકીના કોઇ બાળકો પણ નથી તે વાતનો પણ ખુલાસો કર્યો હતો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
