For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્રી પર બળાત્કારનો આરોપ, મોદીને મળવા માંગે છે પીડિતા

|
Google Oneindia Gujarati News

જયપુર, 18 જૂન: રાજસ્થાનથી ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિહાલચંદ મેઘવાલ પર શારીરિક શોષણનો આરોપ લગાવનાર પીડિત યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેમને મંત્રી પદથી હટાવવાની માંગ કરી છે. પીડિતાએ પોતાની પીડા કહેવા માટે વડાપ્રધાન સાથે મુલાકાત કરવાની પણ માંગ કરી છે.

પીડિતાએ નિહાલચંદ મેઘવાલ પર દુષ્કર્મના આરોપ ફરીથી વાગોળ્યા છે. પીડિતાએ આરોપ લગાવ્યો કે કેટલાંક લોકો મામલાની ગંભીરતાને ઓછી કરવા માટે ગફલત ઊભી કરી રહ્યા છે. પીડિતાએ મંગળવારે શ્રીગંગાનગરમાં પત્રકારોને જણાવ્યું કે એક ટીવી ચેનલે ઇન્ટર્વ્યૂમાં જે મહિલાના હવાલાથી મેઘવાલને નહી જાણવાનું બતાવ્યું છે જે સાચુ નથી. તેણે વીડિયોને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.

rape
પીડિતાએ નિહાલચંદ પર ધમકી આપવાનો આરોપ પણ લગાવ્યો છે. પીડિતાનું કહેવું છે કે તેના જીવને જોખમ છે. એવામાં પોલીસ અધીક્ષક સિરસા અને જયપુરથી પોલીસ સુરક્ષા આપવાની માંગ પણ કરી રહી છે. પીડિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની વાત પણ કહીં. તેણે જણાવ્યું કે ફરીથી ન્યાય નહીં મળ્યો તો તે ધરણા પર બેસી જશે. પીડિતાનો આરોપ છે કે નિહાલચંદના લોકો તેની પર કેસ પાછો લેવાનું દબાણ નાખી રહ્યા છે. તેને સતત ધમકીઓ આપી રહ્યા છે.

રાષ્ટ્રીય મહિલા પંચે આ મામલામાં દખલ આપતા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. વડાપ્રધાનને લખેલા પત્રમાં પંચે મેઘવાલને મંત્રિમંડળથી હટાવવાની માંગ કરી છે. મહિલા પંચે જણાવ્યું છે કે દુષ્કર્મના આરોપીને મંત્રી પદ પર રાખવા જોઇએ નહીં. પીડિતાએ પણ નિહાલચંદને મંત્રી પદથી હટાવવાની માંગ કરી છે.

English summary
As the 3-year-old sexual assault case came to haunt the Union Minister and Rajasthan MP Nihalchand Meghwal Chauhan, in a fresh trouble for him, the rape victim on Tuesday alleged that she is being threatened to withdraw her complaint.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X