હાવડામાં અભિનેત્રીને લૂંટારાઓએ ગોળી મારી, જાણો કેવી રીતે પુરી ઘટના ઘટી?
અભિનેત્રી પરિવાર સાથે કોલકત્તા જઈ રહી હતી. આ ઘટના વહેલી સવારે બની હતી. ઘટના સમયે તેઓએ ટોયલેટ માટે કાર રોકી હતી. આ દરમિયાન ત્રણ લોકો લૂંટના ઈરાદે આવ્યા હતા.
હાવડા : પશ્ચિમ પંગાળના હાવડામાં અભિનેત્રી ઈશા આલિયાને લુંટારૂઓએ ગોળી મારી હોવાના સમાચાર છે. મળતી વિગત અનુસાર, ઈશા આલિયા તેના પતિ અને પુત્રી સાથે પ્રવાસ કરી રહી હતી ત્યારે હાઈવે પર આ ઘટના ઘટી છે. મુળ ઝારખંડની અભિનેત્રી ઈશા આલિયાને લૂંટારૂઓ નજીકથી ગોળી મારીને ફરાર થઈ ગયા છે અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

ઘટના બાદ અભિનેત્રીના પતિએ આપેલી માહિતી અનુસાર, અભિનેત્રી પરિવાર સાથે કોલકત્તા જઈ રહી હતી. આ ઘટના વહેલી સવારે બની હતી. ઘટના સમયે તેઓએ ટોયલેટ માટે કાર રોકી હતી. આ દરમિયાન ત્રણ લોકો લૂંટના ઈરાદે આવ્યા હતા. લૂંટ દરમિયાન અભિનેત્રીએ વિરોધ કરતા લૂંટારૂએ ગોળી મારી દીધી હતી. હાલ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
અભિનેત્રીના પતિએ ઘટના મુદ્દે વધુમાં જણાવ્યુ કે, ત્રણ લૂંટારુઓ હતા. તેમની પુત્રી પણ તેમની સાથે હતી. ઈશા ઇચ્છતી હતી કે તે કારને બાજુ પર ઉભી રાખે તેથી પુત્રીને ખવડાવી શકે. આ દરમિયાન અચાનક એક સફેદ રંગની કાર આવી અને ત્રણ લોકો નીચે ઉતર્યા અને હુમલો કર્યો. આ અભિનેત્રીએ બુમો પાડતા એકે તેને ગોળી મારી દીધી હતી.
આ મુદ્દે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ઘટના બની છે ત્યાં સવારે લોકોની અવરજવર ઓછી હોય છે. ઘટના બાદ અભિનેત્રીના પતિને મદદ માટે બે કિમી દુર જવું પડ્યું હતું. આ પછી અભિનેત્રીને ઉલુબેરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે. હાલ પોલીસ ટીમ તપાસ કરી રહી છે. આ સાથે ત્યાંથી થોડે દૂર આવેલી એક ફેક્ટરીના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
