ચેતવણીઃ ભારતમાં ના પહેરો શોર્ટ સ્કર્ટ
નવી દિલ્હી, 2 મેઃ આખા દેશમાં વધતી યૌન શોષણ અને બળાત્કારની ઘટનાઓના કારણે ભારતે આ રીતે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડેશે, તેનો અંદાજો કોઇને નહોતો. જરા વિચારો એક વિદેશ બેન્કે પોતાના 4 હજાર કર્મચારીઓને ચેતવણી આપી છે, કે તે ભારતમાં શોર્ટ સ્કર્ટ, સ્લૈક્સ વગેરે જેવા વસ્ત્રો ના પહેરે, જેનાથી તેમના પગ દેખાતા હોય. તેની પાછળ એવો તર્ક આપવામાં આવ્યો કે ભારતીયોની અંદર અડધા પગ જોયા બાદ યૌન ઇચ્છાઓ જાગૃત થઇ જાય છે અને જે આગળ જઇને યોન શૌષણ કે બળાત્કારનું રૂપ ધારણ કરે છે.
એટલું જ નહીં બેન્કે પોતાના વિદેશી પ્રતિનિધિઓને સલાહ આપી છે કે જો તમે કિસ કરવા માગતા હોવ તો, સારુ એ રહેશે કે કોઇ સાર્વજનીક સ્થળ પર ના કરો, કારણ કે ભારતીયો ચુંબનને યૌન ક્રિયા અંતર્ગત માને છે. આ ચેતવણી જારી કરવામાં આવી છે, એશિયન ડેવલોપમેન્ટ બેન્ક(એડીબી)એ. જેનું એક સંમેલન ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમા થવા જઇ રહ્યું છે. આ સંમેલનમાં અંદાજે 67 દેશોના લોકો આવશે, જે નોઇડા, ગ્રેટર નોઇડા અને દિલ્હીની અલગ-અલગ હોટલોમાં રોકાશે, પરંતુ બળાત્કારની વધતી વારદાતોના કારણે બેન્કે સંમેલનમાં આવનારી મહિલા મહિલા પ્રતિનિધિઓને ચેતવણી આપી છે કે પોતાના પગોને ઢાંકીને રાખો. અહીં એડીબીને સ્પષ્ટ ઇશારો એ લોકો તરફ છે, જે ક્યારેક પણ દરિંદગી દેખાડી શકે છે. એડીબીએ પોતાની વેબસાઇટ પર આ ચેતવણી જારી કરતા મહિલાઓને ટ્રાઉચર પહેરવાની સલાહ આપી છે, જેથી તેના પગ ઢંકાયેલા રહે.













Click it and Unblock the Notifications
