અદાણીએ ગેસના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો, જાણો નવા ભાવ

અદાણી ગેસના ભાવમાં એક રૂપિયાનો વધારો કરાયો છે. નવા ભાવ સાથે અદાણી ગેસના ભાવ 80 રૂપિયાને વટાવી ગયા છે.

અમદાવાદ : મોંઘવારીના માર વચ્ચે હવે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, અદાણી ગેસના ભાવમાં ફરી વધારો કરાયો છે. મોંઘવારીના માર વચ્ચે ગેસના ભાવમાં વધારો થતા હવે મધ્યમ વર્ગને મોટો માર પડશે.

cng price

હજુ હમણા જ ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં વધારો કરાયો હતો ત્યારે હવે અદાણીએ પણ ગેસના ભાવમાં વધારો કર્યો છે. અદાણી ગેસના ભાવમાં એક રૂપિયાનો વધારો થતા હવે ગેસનો ભાવ 80 રૂપિયા પાર પહોંચી ગયો છે. અહીં તમને જણાવી દઈએ કે ગેસ અને પેટ્રોલ ડિઝલના ભાવ વચ્ચેનો તફાવત પણ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે.

અદાણી ગેસે ભાવ વધારો કરતા હવે ભાવ 80 પાર થયો છે. અદાણી ગેસનો જુનો ભાવ 79.34 રૂપિયા હતો તે હવે વધીને 80.34 રૂપિયાને પાર પહોંચી ગયો છે. સીએનજી ગેસના ભાવમાં વધારો થતા તેની સીધી અસર મધ્યમવર્ગીય પરિવારોને થાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ ગુજરાત સરકારે સીએનજી ગેસ પરના વેટમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે અદાણીએ ભાવ વધારો કરતા ફરીથી ભાવ ઉચકાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X