For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અદાર પૂનાવાલાનુ મોટુ નિવેદન - કોરોના વેક્સીન બનાવવાની ગતિ પડી ધીમી, અમેરિકા-યુરોપે રોકી રાખ્યુ છે રૉ મટીરિયલ

અદાર પૂનાવાલાએ જણાવ્યુ છે કે દેશમાં બની રહેલી કોરોના વેક્સીનના રસીના ઉત્પાદન પર અસર પડી છે.જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા(SII)ના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યુ છે કે દેશમાં બની રહેલી કોરોના વેક્સીનના રસીના ઉત્પાદન પર અસર પડી છે કારણકે યુરોપ અને અમેરિકાએ મહત્વપૂર્ણ સામગ્રી એટલે કે રૉ મટીરિયલની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોવિડ-19 વેક્સીનના ડોઝના ઉત્પાદનમાં એસઆઈઆઈ દ્વારા સામનો કરવામાં આવી રહેલી મુશ્કેલીઓ વિશે ઈન્ડિયા ટુડે સાથે વાત કરીને અદાર પૂનાવાલાએ કહ્યુ કે મારી ઈચ્છા છે કે હું ત્યાં જઉ અને ખુદ અમેરિકામાં એ કહીને વિરોધ કરુ કે તમે કેમ ભારત અને અન્ય દેશોમાં બની રહેલી કોવેક્સીન અને અન્ય વેક્સીન માટે રૉ મટીરિયલ પાછુ લઈ રહ્યા છો.

Covishield

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ કે આ એક એવી વસ્તુ છે જેનાથી આપણે વાસ્તવમાં ઓછા સમય માટે ઝઝૂમી રહ્યા છે કારણકે આપણે હાલમાં આની જરૂર છે. આપણે છ મહિના કે એક વર્ષ બાદ આની બિલકુલ જરૂર નહિ પડે. તેમણે કહ્યુ કે એસઆઈઆઈ ચીનથી કાચા માલની આયાત નથી કરી રહ્યા, ત્યાં ગુણવત્તાની સમસ્યા અને આપૂર્તિની કમી છે.

પૂનાવાલાએ જણાવ્યુ કે એસઆઈઆઈનુ લક્ષ્ય દર મહિને 10-11 કરોડ ડોઝનુ ઉત્પાદન કરવાનુ છે. તેમણે જણાવ્યુ કે સીરમ ઈન્સ્ટીટ્યુટ કોવિશીલ્ડના દર મહિને 6-6.5 કરોડ ડોઝ બનાવી રહ્યા છે. વળી, આ વર્ષે જૂન સુધી પ્રતિ મહિને 10-11 કરોડ ડોઝના ઉત્પાદનને વધારવાનુ છે. વળી, ભારતીયોને પહેલા રસી મળી તેની માહિતી આપીને પૂનાવાલાએ જણાવ્યુ કે સૌથી પહેલા ભારતીયોની દેખરેખ માટે સરકાર સાથે કામ કરવાનુ છે. તમને જણાવી દઈએ કે હાલમાં દેશભરમાં કોરોના વેક્સીનના ત્રીજા ફેઝ હેઠળ 45 વર્ષથી ઉંમરથી વધુ વયના લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે. આ આંકડા મુજબ સરકારે લગભગ 40 કરોડ લોકોને વેક્સીન લગાવવાનુ લક્ષ્ય રાખ્યુ છે.

ઈમરાન પર વરસી પૂર્વ પત્ની જેમિમા, કહ્યુ - પ્રાઈવેટ પાર્ટ...ઈમરાન પર વરસી પૂર્વ પત્ની જેમિમા, કહ્યુ - પ્રાઈવેટ પાર્ટ...

English summary
Adar Poonawalla statement on Corona vaccine Covishield raw material.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X