લૉકડાઉનઃ નૉન કોવિડ-19 ક્ષેત્રોમાં 20 એપ્રિલ બાદ આ સવાઓ પણ શરૂ થઈ શકે

લૉકડાઉનઃ નૉન કોવિડ-19 ક્ષેત્રોમાં 20 એપ્રિલ બાદ આ સવાઓ પણ શરૂ થઈ શકે

લૉકડાઉન દરમિયાન 20 એપ્રિલ બાદ નોન કોવિડ-19 વિસ્તારોમાં જે સેવાઓ શરૂ કરવાની સરકારે મંજૂરી આપી છે તે સૂચીમાં કેન્દ્ર સરકારે નવી સેવાઓને જોડી છે. નારિયળ, મસાલા, વાંસ અને કોકોના બગીચા તથા અનુસૂચિત જનજાતીઓ દ્વારા ઉત્પાદિત વનઉપજને પણ સૂચીમાં સામેલ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય તરફથી એક અધિસૂચના મુજબ ગ્રામીણ ક્ષેત્રોમાં જળઆપૂર્તિ અને સ્વચ્છતા તથા વિજળી લાઈનો દૂરસંચાર ઓપ્ટિકલ ફાઈબર અને કેબલ પાથરવાના કામને મંજૂરી હશે.

Coronavirus

ઉલ્લેખનીય છે કે કાલે રાત્રે સરકારે કહ્યું હતું કે મોબાઈલ ફોન, ટીવી, રેફ્રિજરેટર, લેપટોપ, કપડા અને સ્કૂલના બાળકો માટે સ્ટેશનરી આઈટમ તથા કરિયાણાના સામાન અને દવા જેવી જરૂરી વસ્તુઓને એમેજોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવા ઈકોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. જો કે ઈકોમર્સ કંપનીઓી ડિલીવરી વેનને રસ્તાઓ પર સંચાલન માટે અધિકારીઓથી મંજૂરીની જરૂરત હોય છે.

કોરોના વાયરસના સંક્રમણના પ્રસારને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી લૉકડાઉન ત્રણ મે સુધી વધારી દેવાનું એલાન કરાયું હતું, જે બાદ સરકારે ઔદ્યોગિક અને વાણિજ્યિક ગતિવિધિઓની બહાલી સંબંધિત ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. 20 એપ્રિલ સુધી લૉડાઉન સખ્તાઈથી પાલન કરાવાયા બાદ 21 એપ્રિલથી આ સેવાઓ એવા ક્ષેત્રોમાં શરૂ કરવાાં આવશે જે નૉન કોવિડ-19 ક્ષેત્રોમાં છે એટલે કે કોરોના વાયરસનું હૉટસ્પૉટ નથી. ગૃહ મંત્રાલયે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને વર્કપ્લેસ પર સેવાઓના સંચાલન દરમિયાન અન્ય સાવધાની વરતવાની સલાહ આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X