For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અધીર રંજન ચૌધરીની પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી, બોલ્યા- ક્યાં ગંગા માં, ક્યાં ગંદી નાલી

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી, બોલ્યા- ક્યાં ગંગા માં, ક્યાં ગંદી નાલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી પર લોકસભામાં વિવાદિત ટિપ્પણી કરી. તેમણે પીએમ મોદી માટે ગંદી નાલી શબ્દનો ઉપયોગ કર્યો. તેમની આ ટિપ્પણી પર સદનમાં ભારે હંગામો થયો. અધીર રંજન ચૌધરીએ આ ટિપ્પણી પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના સંદર્ભમાં કહી. જો કે ભારે હંગામા બાદ તેમની ટિપ્પણીને સદનની કાર્યવાહીથી બહાર કરી દીધી.

પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી

પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી

જણાવી દઈએ કે ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે એક સમયે દેશમાં ઈન્દિરા ઈઝ ઈન્ડિયા જેવો માહોલ હતો. આ સંદર્ભમાં બોલતા તેઓ પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરી બેઠા. જ્યારે તેમણે પીએણ મોદી પર આ ટિપ્પણી કરી ત્યારે તેઓ લોકસભામાં જ હતા. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે ક્યાં ગંગા માં અને ક્યાં ગંદી નાલી, બંનેની સરખામણી ઠીક નથી. અમારું આટલું મોઢું ના ખોલાવડાવો.

અધીર રંજન ચૌધરીએ બાદમાં માફી માંગી

અધીર રંજન ચૌધરીએ બાદમાં સંસદની બહાર પોતાની વિવાદિત ટિપ્પણી પર માફી માંગી. રિપોર્ટર્સ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ગેરસમજણ થઈ છે, મેં 'નાલી' નથી કહ્યું. જો આનાથી પીએમ નારાજ હોય તો માફી માગું છું. તેમને નારાજ કરવાનો મારો ઈરાદો નહોતો. જો પીએમ ઈચ્છશે તો હું વ્યક્તિગત રીતે તેમની માફી માંગીશ. મારું હિન્દી સારું નથી, નાલીથી મારો મતલબ ચેનલથી છે.

ભાજપી સાંસદ પર આરોપ લગાવ્યો

ભાજપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીની પીએમમ ોદીથી વિવેકાનંદની તુલના પર તેમણે કહ્યું કે એક ભાજપા સાંસદે સ્વામી વિવેકાનંદની પીએમ મોદીની સરખામણી તેમના નામોની સમાનતાને કારણે કરી અને તેમને એક જ પદ પર બેસાળ્યા. આ બંગાળની ભાવનાઓને દુઃખ પહોંચાડે છે. માટે મેં કહ્યું હતું કે તમને મને ઉકસાવી રહ્યા છો, જો તમે ચાલુ રહેશો તો હું કહીશ કે તમે ગંગાની તુલના નાલીથી કરી રહ્યા છો.

મોદીની સ્વામી વિવેકાનંદ સાથેની તુલના પર શું કહ્યું

મોદીની સ્વામી વિવેકાનંદ સાથેની તુલના પર શું કહ્યું

રાષ્ટ્રપતિના અબિભાષણ પર લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ એનડીએ સરકાર પર પોતાની પ્રશંસા સંભળાવતા આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે એનડીએ સરકારને પ્રશંશા સાંભળવાનો નશો છે અને તેઓ ભૂતકાળની કોંગ્રેસ સરકારની ઉપલબ્ધિઓનો સ્વીકાર કરવા નથી માંગતા. તેમણે પ્રતાપ સારંગી તરફથી પીએમ મોદીના વખાણમાં કહ્યું કે તેમને સ્વામી વિવેકાનંદની ઉપમા અપાવા પર વાંધો જતાવ્યો.

લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ મોટા બદલાવના મૂડમાં, યૂપીની બધી જિલ્લા સમિતિનું વિસર્જન લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ મોટા બદલાવના મૂડમાં, યૂપીની બધી જિલ્લા સમિતિનું વિસર્જન

English summary
adhir ranjan chaudhary apologize for his controversial comment on pm modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X