For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર વિપક્ષે સરકારને ઘેરી, કહ્યુ - મોદી સરકાર ગરીબોને લૂંટવામાં જરા પણ ખચકાતી નથી

કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ ઈંધણના ભાવોને લઈને સરકાર પર હુમલા શરુ કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલ તેમજ ગેસના ભાવોમાં લાંબા સમય પછી એક વાર ફરીથી આજે વધારો કરવામાં આવ્યો છે. ત્યાબાદ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ ઈંધણના ભાવોને લઈને સરકાર પર હુમલા શરુ કરી દીધા છે. સપા સાંસદ જયા બચ્ચને કહ્યુ કે આ સરકાર આમ જ કરે છે. અખિલેશ યાદવે ઘણી વાર ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યુ હતુ કે લોકોએ એલર્ટ રહેવુ જોઈએ, ચૂંટણી પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવશે. મને સમજાતુ નથી કે આમને સત્તામાં કોણ લઈને આવ્યુ છે.

congress

વળી, કોંગ્રેસ નેતા અધીર રંજને કહ્યુ કે અમે કહ્યુ હતુ કે વિધાનસભા ચૂંટણી પછી ઈંધણના ભાવમાં અત્યાધિક વધારો થશે. અમે સાચા સાબિત થયા. મોદી સરકાર ગરીબોને લૂંટવામાં જરા પણ ખચકાતી નથી. અમે લોકસભાની બહાર અને અંદર સામાન્ય લોકો માટે આની સામે ઉભા રહીશુ.

લોકસભામાં વિપક્ષના નેતા મિલ્લકાર્જૂન ખડગેએ પણ સરકારને આ નિર્ણય પર ઘેરી. તેમણે કહ્યુ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરીને મોદી સરકાર ગરીબોને લૂંટીને 10,000 કરોડ રૂપિયાની કમાણી કરી રહી છે. ઘણા લોકો કહે છે કે ઈંધણના ભાવમાં વધારો યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલ સંકટના કારણે વધી રહ્યા છે પરંતુ પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર આપણે રશિયા પાસેથી એક ટકા ક્રૂડ ઓઈલ પણ નથી ખરીદ્યુ.

તમને જણાવી દઈએ કે પાંચ રાજ્યોમાં ચૂંટણી સિઝનની વિદાય સાથે જ જનતાને મોંઘવારીનો ડબલ ઝટકો લાગ્યો છે. મંગળવારે જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો ત્યાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ પણ 50 રૂપિયા વધારી દેવામાં આવ્યા. ઈંધણની કિંમતોમાં આ વધારો લગભગ સાડા ચાર મહિનાની ચૂંટણી સિઝન જીત્યા બાદ થયો છે. કિંમતમાં વધારા બાદ હવે દેશની રાજધાની દિલ્લીમાં 14.2 કિલો વજનનુ સબસિડી વિનાનુ સિલિન્ડર 949.50 રૂપિયાનુ મળશે. આ ઉપરાંત 19 કિલોવાળા કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 2003.50 રૂપિયા થઈ ગઈ છે. વળી, કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત હવે 349 રૂપિયા થશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા એલપીજી સિલિન્ડરના ભાવ ગયા વર્ષે 6 ઓક્ટોબરે વધારવામાં આવ્યા હતા. વળી, પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ગયા વર્ષે 4 નવેમ્બર બાદથી સ્થિર હતા. અહીં સુધી કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળા છતાં ભાવ વધારવામાં આવ્યા નહોતા.

English summary
Adhir Ranjan, Jaya bachchan, Mallikarjun hits on Modi government over fuel price hike, said Modi government is not hesitant in robbing the poor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X