L1 પોઈન્ટ પર સ્થાપિત થયુ આદિત્ય L-1, જાણો ભારત માટે આ મિશન કેટલુ મહત્વનું?
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કર્યા બાદ ભારતે અવકાશમાં વધુ એક ઉપલબ્ધી પોતાના નામે કરી છે. ઈસરોએ તેના મહત્વકાંક્ષી મિશન આદિત્ય L-1 ને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દીધુ છે.
ચંદ્રયાન-3 બાદ સમગ્ર વિશ્વની નજર ISROના સૌર મિશન આદિત્ય-L1 પર હતી. હવે 125 દિવસમાં 15 લાખ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ સૂર્ય મિશન આદિત્ય-એલ-1 મિશને હેલો ઓર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યુ છે.

ઈસરોનું આદિત્ય એલ-1 સૂર્યનો અભ્યાસ કરવા માટેનું સૌર મિશન છે. ISROએ તેને પ્રથમ અવકાશ-આધારિત વેધશાળા ક્લાસનું ભારતીય સૌર મિશન ગણાવ્યું છે. ઈસરોએ આ મિશન 2 સપ્ટેમ્બર 2023ના રોજ સૂર્યના અભ્યાસ માટે શરૂ કર્યું હતું.
આદિત્ય એલ-1 શનિવારે તેના લક્ષ્ય સૂર્યના લેગ્રેન્જ પોઈન્ટ L1 સુધી પહોંચી ગયું હતું. ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, L1 પોઈન્ટની આસપાસ ભ્રમણકક્ષામાં રહેલા ઉપગ્રહને કોઈપણ વિક્ષેપ કે ગ્રહણ વિના સતત સૂર્યને જોવાનો મોટો ફાયદો છે.
અહીં એ જાણવુ જરૂરી છે L 1 પર હાલો ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત થયા પછી મિશનમાં આગળ શું થશે? આ મિશનનો ઉદ્દેશ્ય સૂર્યનો અભ્યાસ કરવાનો છે. આદિત્ય L1 મિશન આગામી બે વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરશે અને મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરશે.
ઈસરો અનુસાર, આદિત્ય L1 અવકાશયાન હવે ક્રુઝ તબક્કાથી ભ્રમણકક્ષાના તબક્કામાં તેનું સંક્રમણ શરૂ કરશે, ત્યારબાદ તે સૂર્યનું નિરીક્ષણ કરવાનું શરૂ કરશે અને તેમાંથી નીકળતી વિવિધ ઘટનાઓ પર ધ્યાન આપશે. આ મિશન દ્વારા સૂર્યના અદ્રશ્ય કિરણો અને સૌર વિસ્ફોટથી મુક્ત થતી ઊર્જાનું રહસ્ય ઉકેલશે.












Click it and Unblock the Notifications
