કોંગ્રેસ-એનસીપીના નેતાઓની ચપ્પલથી કરો ધોલાઇ: આદિત્ય ઠાકરે

એક સભાને સંબોધન કરતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે આપ તેને ઔરંગાબાદ કેવી રીતે કહી શકો, જેનું નામ મુગલ શાસક ઔરંગઝેબના નામ પરથી રાખવામાં આવ્યું છે જેણે દેશમાં હિન્દુઓના હજારો મંદિરોને તોડી પાડ્યા હતા. આદિત્યએ લોકોને આહ્વાન કરતા જણાવ્યું કે અમે આને ઔરંગઝેબ સામે જંગ છેડનાર સંભાજીના નામથી સંભાજીનગર તરીકે ઓળખીશું.
જો કોઇ કોંગ્રેસ અને એનસીપીનો નેતા તેને ઔરંગાબાદ કહે તો તેમની ચપ્પલથી ધોલાઇ કરી નાખો. ચાર હજારથી પણ વધારે યુવા કાર્યકર્તાઓએ આ સમારંભમાં ભાગ લીધો હતો. હાલની રેલીયોમાં આદિત્ય ઠાકરેના ભાષણમાં ખુબ જ કડવાશ આવી રહી છે. લોકો તેમની સરખામણી દાદા બાલ ઠાકરે અને કાકા રાજ ઠાકરે સાથે કરવા લાગ્યા છે.
આદિત્ય ઠાકરેએ ઘણી વખત પોતાના ભાષણોથી બાલ ઠાકરેની યાદ અપાવી દીધી છે. આદિત્યએ દાવો કર્યો કે 2014માં પાર્ટીનો સ્થાપના દિવસ મંત્રાલયથી બહાર મનાવવામાં આવશે અને સરકાર શિવસેનાની હશે.












Click it and Unblock the Notifications
