દેશમાં સાંપ્રદાયિક વાતાવરણ માટે આડવાણી જવાબદાર: RJD

મુલાયમના 'આડવાણી પ્રેમ' પર તેમણે જણાવ્યું કે હું અને મારી પાર્ટી સમજી નથી શકતી કે આખરે સપા પ્રમુખ આડવાણી અને બીજેપી તરફ વલણ કેમ અપનાવી રહી છે.
રાજદ નેતા આટલે નહી થંભતા તેમણે લાલકૃષ્ણ આડવાણી પર દેશમાં વાતાવરણ બગાડવાનો આરોપ પણ લગાવ્યો. રામકૃષ્ણ યાદવે જણાવ્યું કે બાબરી મસ્જિદ ધ્વંસ ઉપરાંત દેશમાં સાંપ્રદાયિક વાતાવરણ પેદા કરવા માટે લાલકૃષ્ણ આડવાણી એકલા જવાબદાર છે.
આવનાર લોકસભા ચૂંટણીમાં ત્રીજા મોર્ચાની ભૂમિકા પર તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં થર્ડ ફ્રંન્ટનું કોઇ અસ્તિત્વ નથી. ઉલ્લેખનીય છે કે ગઇકાલ સુધી ભારતીય જનતા પાર્ટીને સાંપ્રદાયિક અને વર્ગવાદની પાર્ટી કહેનાર સપા, આજકાલ બીજેપી નેતાઓના વખાણ કરવામાં મસ્ત છે.












Click it and Unblock the Notifications
