શશિ થરૂરે શા માટે પોસ્ટ કરી ડોગ ફિલ્ટરવાળી તસવીર?

Written By:
Subscribe to Oneindia News

કૉમેડી ગ્રૂપ એઆઇબી(AIB)નો વિવાદ હવે કોઇ અલગ જ સ્તરે પહોંચી ગયો છે. કોઇએ વિચાર્યું પણ નહીં હોય કે, કૂતરાના ફેસવાળા સ્નેપચેટ ફિલ્ટરને કારણે એફઆઇઆર નોંધાઇ શકે છે. થોડા દવિસો પહેલાં, એઆઇબી એ આવા જ એક ફિલ્ટર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પોસ્ટ કરી હતી અને સાથે પોતાના ફોન તરફ જોઇ રહેલ નરેન્દ્ર મોદી જેવા જ દેખાતા એક વ્યક્તિની તસવીર મૂકી હતી. પીએમ મોદીના સમર્થકો કૂતરાના ચહેરાવાળા ફિલ્ટરવાળી તસવીર જોઇ ભડકી ગયા અને તેમણે એફઆઇઆર નોંધવા માટે મુંબઇ પોલીસને દબાણ કર્યું.

ત્યાર બાદ ગુરૂવારે સાંજે આ પોસ્ટર ખસેડી દેવામાં આવ્યું, એઆઇબીના સહસંસ્થાપક તન્મય ભટ્ટે આ અંગે પોતાના નિરાશા વ્યક્ત કરતાં લખ્યું કે, અમે જોક્સ બનાવતા રહીશું. જરૂર પડશે તો ખસેડી દઇશું અને ફરીથી નવો જોક બનાવીશું. જરૂર હશે તો માફી પણ માંગશું. પરંતુ તમે શું વિચારો છો એની અમને ચિંતા નથી.

જો કે, મુંબઇ પોલીસના સાયબર સેલ દ્વારા એઆઇબી વિરુદ્ધ એફઆઇઆર નોંધી લેવામાં આવી છે અને હવે તેની પર આગળ કાર્યવાહી કરવામાં આવશે.

શશિ થરૂરે કર્યું ટ્વીટ

તન્મય ભટ્ટના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ઘણા લોકો આગળ આવ્યા અને આ સૂચિમાં હવે કોંગ્રેસ નેતા શશિ થરૂરનું નામ પણ ઉમેરાઇ ગયું છે. કોંગ્રેસ નેતા શશિ થરૂર પોતાના તાજેતરના ટ્વીટમાં કૂતરાના ફિલ્ટરવાળી તસવીર પોસ્ટ કરી આ વિવાદ અંગે વ્યંગ કર્યો છે.

તેમણે લખ્યું છે, તમામ ટ્રોલ અહીં ધ્યાન આપે. મેં #DogFilter નો પડકાર લીધો છે. ત્યાર બાદ લોકોએ શશિ થરૂરના આ ટ્વીટ પર જવાબ આપવાનું શરૂ કરી દીધું. કોઇ સમર્થન કરી રહ્યું છે, તો કોઇ મજાક ઉડાવી રહ્યું છે. કીર્તિ નામની એક યૂઝરે લખ્યું છે, 'જીવન માટે કૂતરાનું ફિલ્ટર. સર તમે સરસ રમત રમી રહ્યાં છો, કૃપા કરી ગાયનુ ફિલ્ટર પણ અજમાવજો. એ વધારે સારું રહેશે.'

English summary
After AIB row Shashi Tharoor takes dog filter challenge.
Please Wait while comments are loading...