For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશીમાં લાગ્યા પોસ્ટર, 'સરકાર સુરક્ષા આપે, ઘરમાં છોકરીઓ છે'

અલીગઢ પછી ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં માસૂમ બાળકીઓ સાથે દરિંદગી થવાની ખબર આવવાને કારણે આખા દેશમાં આક્રોશ છે.

|
Google Oneindia Gujarati News

અલીગઢ પછી ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં માસૂમ બાળકીઓ સાથે દરિંદગી થવાની ખબર આવવાને કારણે આખા દેશમાં આક્રોશ છે. પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં લોકો આ ઘટનાથી ખુબ જ ગભરાયેલા છે. આજ કારણ છે કે હવે કાશીમાં લોકો પોતાના ઘરની બહાર સરકાર પાસે પોતાની દીકરીઓની સુરક્ષા માટે માંગ કરી રહ્યા છે. લોકોએ પોતાના ઘરની બહાર બોર્ડ લગાવી રાખ્યું છે, જેમાં લખ્યું છે કે, 'સરકાર સુરક્ષા આપે, ઘરમાં છોકરીઓ છે'.

આ પણ વાંચો: 2 વર્ષની બાળકીની હત્યા મામલે અલીગઢના વકીલોનો મોટો ફેસલો

દીકરીઓ સાથે અલીગઢ જેવી ઘટના ના થાય

દીકરીઓ સાથે અલીગઢ જેવી ઘટના ના થાય

વારાણસીના લાકસ વિસ્તારમાં બોર્ડ લગાવનાર સ્થાનીય લોકોનું કહેવું છે કે જે રીતે ઉત્તરપ્રદેશમાં સતત દીકરીઓ સાથેની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારપછી તેઓ ઘણા ગભરાઈ ચુક્યા છે. જે ઘટના અલીગઢમાં થઇ તેવી ઘટના તેમની દીકરીઓ સાથે ના થાય એટલા માટે તેમને પોતાના ઘરની બહાર પોસ્ટરો લગાવ્યા છે કે રસ્તાથી પસાર થતા લોકો તેને જુઓ અને અમારા ઘરની દીકરીઓ પર ખરાબ નજર ના નાખે. તેઓ પોતાનાં ઘરની દીકરીઓ જેમ અમારા ઘરની દીકરીઓનું પણ સમ્માન કરે. લોકોએ સરકારને અપીલ કરી છે કે સરકાર તેમની દીકરીઓને સમ્માન આપે.

દીકરીઓની સુરક્ષા માટે પણ સરકાર કામ કરે

દીકરીઓની સુરક્ષા માટે પણ સરકાર કામ કરે

વારાણસીમાં લોકોએ આ બોર્ડના માધ્યમ ઘ્વારા માંગ કરી છે કે દીકરીઓને સુરક્ષા આપવામાં આવે. ઘરોની બહાર લાગેલું બોર્ડ શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. બોર્ડમાં લખ્યું છે કે, 'સરકાર સુરક્ષા આપે, ઘરમાં છોકરીઓ છે'. લોકો ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે રીતે બેટી બચાઓ, બેટી પઢાઓ નારો આપવામાં આવ્યો હતો, તેવી જ રીતે દીકરીઓને સુરક્ષા પણ આપવામાં આવે.

બાળકીની હત્યા પર દેશભરમાં ગુસ્સો

બાળકીની હત્યા પર દેશભરમાં ગુસ્સો

આપને જણાવી દઈએ કે અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા અને હમીરપુરમાં માસૂમ સાથે રેપ સાથે ઘણી એવી ઘટનાઓ સામે આવી છે, જેને આખા યુપીને શર્મસાર કરી દીધું છે. અલીગઢમાં બાળકીની હત્યા અંગે આખા દેશમાં ગુસ્સો છે. જગ્યા જગ્યાએ લોકો બાળકી માટે કેન્ડલ માર્ચ કરી રહ્યા છે.

English summary
After Aligarh, People of Varanasi demands security of their daughters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X