For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજનો દિવસ જોડાવવાનો અને મળીને જીવવાનો છેઃ પીએમ મોદી

આજનો દિવસ જોડાવવાનો અને મળીને જીવવાનો છેઃ પીએમ મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના ફેસલા અને પંજાબમાં કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ સાંજે 6 વાગ્યે દેશને સંબોધિત કર્યો. રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે સુપ્રીમ કોર્ટે એક એવો મહત્વપૂર્ણ ફેસલો સંભળાવ્યો છે, જેની પાછળ હજારો વર્ષોનો ઈતિહાસ છે. આખા દેશની ઈચ્છા હતી કે અદાલતમાં આ મામલે દરરોજ સુનાવણી થાય, જે થઈ અને આજે નિર્ણય આવી ચૂક્યો છે. દશકો સુધી ચાલેલ ન્યાય પ્રક્રિયાનું હવે સમાપન થઈ ગયું છે.

modi

પીએમ મોદીએ કહ્યું કે, ફેસલો આવ્યા બાદ જેવી રીતે દરેક વર્ગ, દરેક સમુદાય, દરેક પંથના લોકોએ, આખા દેશે ખુલ્લા દિલથી સ્વિકાર્યો છે, જે ભારતની પુરાતન સંસ્કૃતિ, પરંપરાઓ અને સદ્ભાવની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે આખી દુનિયા એમ માને છે કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાન્ત્રિક દેશ છે, પરંતુ આજે દુનિયાએ જાણી લીધું કે ભારતનું લોકતંત્ર કેટલું જીવંત અને મજબૂત છે.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતની ન્યાયપાલિકાના ઈતિહાસમાં આજનો દિવસ એક સ્વર્ણિમ અધ્યાય જેવો છે. આ વિષય પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામને સાંભળ્યા, બહુ ધૈર્યથી સાંભળ્યા અને સર્વસંમતિથી ફેસલો આપ્યો. સુપ્રીમ કોર્ટે આ ફેસલાની પાછળ દ્રઢ્ઢ ઈચ્છાશક્તિ દેખાડી છે.

Ayodhya Verdict: સુન્ની વક્ફ બોર્ડ SCના ફેસલા પર પુનર્વિચાર અરજી દાખલ નહિ કરેAyodhya Verdict: સુન્ની વક્ફ બોર્ડ SCના ફેસલા પર પુનર્વિચાર અરજી દાખલ નહિ કરે

પીએમ મોદીએ કહ્યું કે 9 નવેમ્બરે બર્લિનની દીવાલ તૂટી પડી હતી, બે વિપરિત ધારાઓએ એકજુટ થઈ નવો સંકલ્પ લીધો હતો. આજે કરતારપુર સાહિબ કૉરિડોરની શરુઆત થઈ છે. જેમાં ભારતનો પણ સહયોગ રહ્યો અને પાકિસ્તાનનો પણ. આજે અયોધ્યા પર ફેસલાની સાથે જ 9 નવેમ્બરની આ તારીખ આપણને સાથી રહી આગળ વધવાની સીખ પણ આપી રહી છે. આજના દિવસનો સંદેશ જોડવા, જોડાવવા અને મળીને જીવવાનો છે. ભારત વિવિધતામાં એકતા માટે ઓળખાય છે, આજે આ મંત્ર પૂર્ણતાની સાથે ખિલતું જોવા મળી રહ્યું છે. વિવિધતામાં એકતા કોઈએ સમજવી હશે તો આજના દિવસનો ઉલ્લેખ જરૂર થશે.

તેમણે કહ્યું કે આજે સવા સો કરોડ દેશવાસીઓએ નવો ઈતિહાસ રચી દીધો છે, ઈતિહાસમાં સ્વર્ણિમ પાનું જોડી રહ્યા છે. દરેક પરિસ્થિતિમાં ભારતના સંવિધાન અને ભારતની ન્યાય પ્રણાલી પર અણારો વિશ્વાસ અડગ રહેશે. આ બહુ મહત્વપૂર્ણ છે. સર્વોચ્ચ અદાલતનો આ ફેસલો એક નવ સવાર લઈને આવ્યું છે. આ વિવાદની અસર ભલે કેટલીય પેઢીઓ પર પડી હોય. પરંત આ ફેસલા બાદ આપણે એ સંકલ્પ કરવો જોઈએ કે હવે નવી પેઢી નવી રીતે ન્યૂ ઈન્ડિયાનું નિર્માણ કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે રામ મંદિરના નિર્માણનો ફેસલો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. હવે દેશના દરેક નાગરિક પર રાષ્ટ્ર નિર્માણની જવાબદારી વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે સૌને સાંભળ્યા, બહુ ધૈર્યથી સાંભળ્યા અને આખા દેશ માટે ખુશીની વાત છે કે આ મામલો સહમતિથી ઉકેલાયો. સુપ્રીમ કોર્ટે દ્રઢ્ઢ ઈચ્છાશક્તિ દેખાડી.

English summary
after ayodhya verdict pm modi addresses nation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X