મંત્રી બન્યા બાદ સાંસદની સેલેરીમાં કેટલો વધારો થાય? જાણો બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે?

નવી એનડીએ સરકારમાં નરેન્દ્ર મોદી સહિત કુલ 72 સાંસદો મંત્રીપદના શપથ લીધા છે. આમાંથી કેટલાક કેબિનેટ અને કેટલાક રાજ્યમંત્રીનો હવાલો સંભાળશે.

આ સ્થિતી વચ્ચે શું તમે જાણો છો કે એક સાંસદ જ્યારે કેન્દ્રીય મંત્રી બને ત્યારે તેને કેટલો પગાર મળે છે? આજે અમે તમને જણાવીશું કે વડાપ્રધાન, સાંસદ અને કેન્દ્રીય મંત્રીને કેટલો પગાર મળે છે.

cabinet

જણાવી દઈએ કે એનડીએ સરકારમાં આ સૌથી મોટી કેબિનેટ છે. 2014માં જ્યારે મોદીએ પહેલીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે તેમની સાથે 46 સાંસદો મંત્રી બન્યા હતા. 2019માં તેમની કેબિનેટમાં 59 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

2024માં એનડીએ સરકારમાં વડાપ્રધાન સહિત 72 મંત્રીઓ સામેલ છે. આ સરકારમાં 30 કેબિનેટ મંત્રી, 5 રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

કેબિનેટ મંત્રી
કેબિનેટ મંત્રીઓ સીધા વડાપ્રધાનને રિપોર્ટ કરે છે. તેમને જે પણ મંત્રાલય આપવામાં આવે છે તેની સંપૂર્ણ જવાબદારી તેમના પર રહે છે. આ સિવાય એક કેબિનેટ મંત્રીને એકથી વધુ મંત્રાલય પણ આપી શકાય છે. સરકાર તેના તમામ નિર્ણયો કેબિનેટની બેઠકમાં જ લે છે.

રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) કેબિનેટ પ્રધાન પછી સ્વતંત્ર હવાલો ધરાવતો રાજ્ય પ્રધાન છે. તેઓ વડાપ્રધાનને સીધુ રિપોર્ટિંગ કરે છે. તેમનું પોતાનું મંત્રાલય છે. તેઓ કેબિનેટ મંત્રીને જાણ કરતા નથી.

રાજ્ય મંત્રી
સરકારમાં કેબિનેટ મંત્રીઓને મદદ કરવા માટે રાજ્યકક્ષાના મંત્રીઓ બનાવવામાં આવે છે. તેમનું રિપોર્ટિંગ કેબિનેટ મંત્રીને કરાય છે. એક મંત્રાલયમાં એકથી વધુ રાજ્ય મંત્રી બનાવી શકાય છે. કેબિનેટ મંત્રીની ગેરહાજરીમાં મંત્રાલયની સંપૂર્ણ જવાબદારી રાજ્ય મંત્રીની રહે છે.

જણાવી દઈએ કે સાંસદોને મળતો પગાર અને ભથ્થાઓ પગાર કાયદા હેઠળ નક્કી કરવામાં આવે છે. આ મુજબ, લોકસભાના દરેક સભ્યને દર મહિને 1 લાખ રૂપિયાનો મૂળ પગાર મળે છે. આ સાથે ચૂંટણી ભથ્થા માટે 70 હજાર રૂપિયા અને ઓફિસ ખર્ચ માટે 60 હજાર રૂપિયા અલગથી આપવામાં આવે છે. આ સિવાય જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે દૈનિક 2000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવે છે.

વડાપ્રધાન અને મંત્રીઓને પણ દર મહિને હોસ્પિટાલિટી એલાઉન્સ મળે છે. વડાપ્રધાનને દર મહિને 3,000 રૂપિયા, કેબિનેટ મંત્રીને 2,000 રૂપિયા, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) રૂપિયા 1,000 અને રાજ્ય મંત્રીને 600 રૂપિયા હોસ્પિટાલિટી એલાઉન્સ તરીકે મળે છે. આ ભથ્થું વાસ્તવમાં આતિથ્ય માટે છે. મંત્રીઓને મળવા આવતા લોકોની આતિથ્ય પર ખર્ચ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે લોકસભાના સાંસદને પગાર અને ભથ્થા સહિત કુલ 2.30 લાખ રૂપિયા દર મહિને મળે છે. જ્યારે વડાપ્રધાનને 2.33 લાખ રૂપિયા, કેબિનેટ મંત્રીને 2.32 લાખ રૂપિયા, રાજ્ય મંત્રીને (સ્વતંત્ર હવાલો) રૂપિયા 2.31 લાખ અને રાજ્ય મંત્રીને 2,30,600 રૂપિયા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X