ચંદ્રયાન 2 બાદ હવે ઈસરો કાર્ટોસેટ 3 લોન્ચની તૈયારી કરી રહ્યું છે

ચંદ્રયાન 2ની સફલતા બાદ હવે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા હવે કાર્ટોસેટ 3 સેટેલાઈટના લોન્ચની તૈયારી કરી રહ્યું છે.

ચંદ્રયાન 2ની સફલતા બાદ હવે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા હવે કાર્ટોસેટ 3 સેટેલાઈટના લોન્ચની તૈયારી કરી રહ્યું છે. કાર્ટોસેટ સિરીઝનો નવમો સેટેલાઈટ અવકાશમાં સફળતા પૂર્વક લોન્ચ કર્યા બાદ ભારત બોર્ડર પર દુશ્મનોની હરકતો પર બારીકાઈ પૂર્વક નજર રાખી શક્શે. આ સેટેલાઈટ ઈસરો ઓક્ટોબરના એન્ડમાં કે નવેમ્બરની શરૂઆતમાં લોન્ચ કરી શકે છે.

ઈસરોના ચેરમેન કે સિવનને કાર્ટોગ્રાફી ઉપગ્રહ કાર્ટોસેટ 3નું એલાન કરતા કહ્યું કે પૃથ્વીનું નીરિક્ષણ કરનાર આ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કાર્ટોસેટ 3 એક એડવાન્સ્ડ સંસ્કરણ છે, જે કાર્ટોસેટ 2 સિરીઝના ઉપગ્રહોની સરખામણીમાં સારા આકાશીય અને અન્ય ગુણથી લેસ છે. કાર્ટોસેટ 3માં સારા ફોટોઝ લેવાની સાથે સાથે વ્યૂહાત્મક એપ્લિકેશન્સ પણ હશે. કાર્ટોસેટ 3ને પોલાર સેટલાઈટ લોન્ચ વ્હિકલ રોકેટથી લોન્ચ કરવામાં આવશે.

ચંદ્રયાન 2ની સફળતા

ચંદ્રયાન 2ની સફળતા

આ પહેલા 22 જુલાઈએ ઈસરોએ ચંદ્રયાન 2 શ્રીહરિકોટા સ્થિત પ્રક્ષેપણ કેન્દ્રથી સફળતાપૂર્વક લોન્ચ કરાયું હતું. આ અભિયાન સાથે જ ભારત રશિયા, અમેરિકા અને ચીન બાદ ચંદ્રની સપાટી પર રોવર ચલાવનાર ભારત ચોથો દેશ બન્યો છે. 21 ઓગસ્ટે ચંદ્રયાન 2ની સફળતાની સાથે ચંદ્રની બીજી કક્ષામાં સફળતા પૂર્વક પહોંચી ચૂક્યુ છે. અને 28 ઓગસ્ટે ચંદ્રયાન 2 ચંદ્રની ત્રીજી કક્ષામાં પ્રવેશ કરશે. આ દરમિયાન ચંદ્રયાન 2એ અવકાશમાં ચંદ્ર અને પૃથ્વી બંનેના કેટલાક શાનદાર ફોટોઝ લીધા છે. ચંદ્રયાદન 2પર લાગેલા કેમેરાથી લેવાયેલી ચંદ્રની સપાટીની ફોટઝ ઈસરોએ 23 ઓગસ્ટે શૅર કરી હતી.

કાર્ટોસેટ સેટેલાઈટ

કાર્ટોસેટ સેટેલાઈટ

કાર્ટોસેટ સેટેલાઈટને લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ અવકાશમાંથી ભારતની જમીન પર નજર રાખવાની, આફતની સ્થિતિમાં માળખાગત વિકાસ માટે મદદ મુખ્ય છે. પરંતુ તેનો ઉપયોગ દેશની સરહદોની નજર રાખવા માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થવાનો છે. કારણ કે પાકિસ્તાન બોર્ડર પર રોજબરોજ આતંકીઓ ઘૂષણખોરી કરતા રહે છે. પરંતુ કાર્ટોસેટ લોન્ચ થયા બાદ આવા આતંકીઓ અને આતંકી કેમ્પો પર નજર રાખવામાં સૈન્યને સરળતા રહેશે.

સરહદો પર નજર રાખવામાં કામ લાગશે

સરહદો પર નજર રાખવામાં કામ લાગશે

મનાઈ રહ્યું છે કે આ મિશન ભારત માટે જુદા જુદા દેશોની સરહદો પર નજર રાખવામાં કામ લાગશે. આ ઉપરાંત તમામ લોકોની ગતિવિધિ પર સહેલાઈથી નજર રાખી શકાશે. કાર્ટોસેટ સેટેલાઈટ એક તરફ સરહદ પર ભારતની આંખ તરીકે કામ કરશે અને સરહદ પર કોઈ પણ હલચલ પર નજર રાખવામાં મહત્વની રહેશે. તેની મદદથી આતંકી ગતિવિધિઓ વિરુદ્ધ ભારતીય સૈન્ય ઘરમાં ઘૂસીને કાર્યવાહી કરવામાં વધુ સક્ષમ રહેશે.

કાર્ટોસેટ સિરીઝના સેટેલાઈટની મદદથી પીઓકેમાં ઘૂસીને આતંકી કેમ્પોને ધ્વસ્ત કરવામાં સફળ

કાર્ટોસેટ સિરીઝના સેટેલાઈટની મદદથી પીઓકેમાં ઘૂસીને આતંકી કેમ્પોને ધ્વસ્ત કરવામાં સફળ

જો તમને યાદ હોય તો ઉરી એટેક દરમિયાન ભારતીય સૈન્યએ કાર્ટોસેટ સિરીઝના સેટેલાઈટની મદદથી પીઓકેમાં ઘૂસીને આતંકી કેમ્પોને ધ્વસ્ત કરવામાં સફળ થઈને પાછી આવી હતી. પરંતુ કાર્ટોસેટ સેટેલાઈટ સિરીઝમાં સૌથી ઉત્તમ એવો કાર્ટોસેટ 3નો કેમેરા એટલો જોરદાર છે કે અંતરિક્ષથી જમીન પર 1 ફૂટથી પણ ઓછી ઉંચાઈ 9.84 ઈંચ સુધીની ઉંચાઈથી ફોટો ખેંચી શક્શે.

સેટેલાઈટની તીક્ષ્ણ નજર

સેટેલાઈટની તીક્ષ્ણ નજર

એટલું જ નહીં આ સેટેલાઈટની નજર એટલી તીક્ષ્ણ હશે કે ભારતીય સૈન્ય દુશ્મનના કાંડા પર બાંધેલી ઘડિયાળનો સમય પણ જોઈ શક્શે. કાર્ટોસેટ સિરીઝના સેટેલાઈટની મદદથી ભારતે પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈકને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. પરંતુ કાર્ટોસેટ સેટેલાઈટની મદદથી ભારતીય સૈન્ય વધુ સારી રીતે નજર રાખી શક્શે. ખાસ કરીને ખરાબ વાતવરણમાં પ્રાકૃતિક આફતો દરમિયાન રેસ્ક્યુ ઓપરેસન માટે કાર્ટોસેટ 3 સેટેલાઈટ ઉપયોગી સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં લોન્ચ માટે તૈયાર કાર્ટોસેટ 3 સેટેલાઈટનો કેમેરા એટલો જબરજસ્ત છે કે અંતરિક્ષમાંથી જમીન પર 0.25 મીટર એટલે કે 9.84 ઈંચની ઉંચાઈ સુધીનો ફોટો સ્પષ્ટ લઈ શકાશે. કદાચ આટલો જબરજસ્ત ફોટો લઈ શકે તેવો સેટેલાઈટ કેમેરા કોઈ દેશે લોન્ચ નથી કર્યો. ત્યારે કાર્ટોસેટ સિરીઝનો નવો સેટેલાઈટ મહત્વનો સાબિત થવાનો છે.

આ પણ વાંચો: ચંદ્રની ત્રીજી કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન 2

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X