For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં મરાઠા બાદ હવે બ્રાહ્મણોએ પણ માંગ્યુ અનામત

મહારાષ્ટ્રમાં મરાઠા અને જનરલ સમાજ બાદ હવે બ્રાહ્મણ સમાજે પણ અનામતની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં મરાઠા અને જનરલ સમાજ બાદ હવે બ્રાહ્મણ સમાજે પણ અનામતની માંગ કરી છે. સમસ્ત બ્રાહ્મણ સમાજ નામના સંગઠને પોતાની માંગો માટે મુંબઈના આઝાદ મેદાનમાં 22 જાન્યુઆરીના રોજ સભા કરવાનું એલાન કર્યુ છે. સંગઠન તરફથી જાહેર કરાયેલ પ્રેસ નોટમાં કહેવામાં આવ્યુ છે કે સંસદ દ્વારા અપાયેલા ઉચ્ચ જાતિઓ માટે 10 ટકા અનામતની સંભાવના નહોતી કારણકે આને કાયદાકીય અડચણોનો સામનો કરવો પડશે. એટલા માટે બ્રાહ્મણ સમાજને અલગથી અનામત આપવામાં આવે.

maratha

જાણકારી અનુસાર મહારાષ્ટ્રના બ્રાહ્મણ સમાજ અનુસાર રાજ્યના બ્રાહ્મણોનો એક મોટો વર્ગ પછાત અને ગરીબ છે. તે પૂજા પાઠ કરાવીને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. એટલા માટે સંગઠને સરકાર સામે 15 માંગો કરી છે. જેમાં ધાર્મિક કામોમાં લાગેલા લોકોને પાંચ હજાર પેન્શનની માંગ પણ શામેલ છે.

આ ઉપરાંત સંગઠને બ્રાહ્મણો માટે અલગ નાણાકીય વિકાસ બોર્ડની સ્થાપના, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને સમાજના બાળકો માટે પરાસ્નાતક સુધી મફત શિક્ષણની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2018માં મહારાષ્ટ્ર સરકારે હિંસક પ્રદર્શન બાદ 16 ટકા અનામત આપવાની ઘોષણા કરી હતી. રાજ્યમાં કુલ અનામત 68 ટકા થઈ ગયુ છે.

આ પણ વાંચોઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્ય સરકારે અનિલ અંબાણી અને પાકિસ્તાનનું પત્તુ કાપ્યુઆ પણ વાંચોઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્ય સરકારે અનિલ અંબાણી અને પાકિસ્તાનનું પત્તુ કાપ્યુ

English summary
After Marathas, now Brahmins demand reservation in Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X