મોદી વિરુદ્ધ જવા માટે લાલુ-નીતિશ બની જશે મિત્ર?
પટના, 18 મેઃ રાજકારણમાં ક્યારે શું થાય તે કહી શકાય નહીં, ક્યારે કોણ મિત્ર બની જાય અને કોણ દુશ્મન... એ અંગે ભગવાન પર અંદાજો લગાવી શકે નહીં. શુક્રવારે ચૂંટણી પરિણામો બાદ અચાનક શનિવારે બિહારના રાજકીય સમીકરણ બદલાઇ ગયા. શનિવારે સાંજે પાંચ વાગ્યે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની પાર્ટીના શરમજનક પ્રદર્શનના કારણે રાજીનામું આપી દીધું.

લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા બાદ શરદ યાદવની આ વાતમાં જો સત્ય છે તો નીતિશ કુમાર બહુમતિના 122ના આંકડાને ફરીથી અડી લેશે. કારણ કે બિહાર વિધાનસભામાં જેડીયુના 118 ધારાસભ્યો છે, જ્યારે ભાજપના 91 ધારાસભ્યો. 22 ધારાસભ્યો સાથે આરજેડી ત્રીજા સ્થાન પર છે અને કોંગ્રેસના 4 અને 8 અન્ય છે. તેવામાં લાલુ જો જેડીયુ સાથે આવે છે તો સરકાર ફરીથી બની શકશે અન્યથા જેડીયુ માટે સરકાર બનાવવી મુશ્કેલ થઇ જશે.
નોંધનીય છેકે એક દિવસ પહેલા શુક્રવારે લોકસભા ચૂંટણીના જાહેર નિર્ણયોમાં રાજ્યમાં સત્તાધીશ જેડીયુનું પ્રદર્શન ખરાબ રહ્યું. રાજ્યની 40 બેઠકોમાંથી માત્ર પાર્ટીને 2 જ બેઠકો મળી હતી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ પણ મઘેપુરાથી ચૂંટણી હારી ગયા. 2009માં ચૂંટણીમાં ભાજપની સાથે ગઠબંધનમાં પાર્ટીને 20 બેઠકો મળી હતી.
નીતિશ કુમાર માટે સૌથી શરમજનક વાત એ રહી કે લોકસભા ચૂંટણીની સાથે જ જે પાંચ વિધાનસભા ક્ષેત્રોમાં ઉપચૂંટણી કરાવવામાં આવ્યા, તેમાંથી તેમની પાર્ટીને માત્ર એક બેઠક પર જ સફળતા મળી, જ્યારે આરજેડીને ત્રણ અને ભાજપના ખાતામાં એક બેઠક ગઇ.












Click it and Unblock the Notifications
