For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડુંગળી પછી ટામેટાના ભાવ આસમાને છે, જાણો ભાવ

ડુંગળી પછી કર્ણાટક સહિતના મોટા રાજ્યોમાં ભારે વરસાદને કારણે સપ્લાયમાં અવરોધ થતાં બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ટામેટાંના છૂટક ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા હતા.

|
Google Oneindia Gujarati News

ડુંગળી પછી કર્ણાટક સહિતના મોટા રાજ્યોમાં ભારે વરસાદને કારણે સપ્લાયમાં અવરોધ થતાં બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ટામેટાંના છૂટક ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા હતા. જોકે, ગયા અઠવાડિયાની તુલનામાં ડુંગળીના ભાવમાં નજીવો ઘટાડો થયો છે અને હવે તે દિલ્હીમાં કિલોદીઠ 60 રૂપિયાની આસપાસ છે.

tomato

વેપારીઓના મતે સપ્લાયને અસર થતાં છેલ્લા કેટલાક દિવસોમાં ટામેટાં મોંઘા થયા છે. મધર ડેરીના સફળ આઉટલેટ્સમાં ટામેટાં 58 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે, જ્યારે સ્થાનિક વિક્રેતાઓ બુધવારે ગુણવત્તા અને સ્થાનિકતાને આધારે 60 થી 80 રૂપિયા પ્રતિ કિલો વેચી રહ્યા હતા.

કેન્દ્ર સરકારના આંકડા મુજબ, દિલ્હીમાં ટમેટાંનો સરેરાશ છૂટક ભાવ 1 ઓક્ટોબરના રોજ 45 રૂપિયા પ્રતિ કિલોથી વધીને બુધવારે 54 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આઝાદપુર મંડીના જથ્થાબંધ વેપારીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં ટામેટાના ભાવમાં તીવ્ર વધારો થયો છે, કારણ કે મોટા રાજ્યોમાં પૂર અને ભારે વરસાદને કારણે સપ્લાય પર અસર થઈ છે.

તેમણે કહ્યું કે કર્ણાટક અને તેલંગાણા જેવા દક્ષિણ રાજ્યો અને કેટલાક પર્વતીય રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ પડ્યો છે, જેના કારણે પાકને નુકસાન થયું છે, પુરવઠો ખોરવાયો છે. ટામેટાંના છૂટક ભાવ અન્ય મહાનગરોમાં પણ ઉંચા હતા. સરકારી માહિતી અનુસાર બુધવારે કોલકાતામાં ટામેટાંની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો, મુંબઇમાં 54 રૂપિયા પ્રતિ કિલો અને ચેન્નઇમાં 40 રૂપિયા પ્રતિ કિલો હતી.

આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સહકારી નાફેડ, એનસીસીએફ અને મધર ડેરી દ્વારા ડુંગળીની સપ્લાય વધારતા દિલ્હીના છૂટક બજારોમાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો નીચે આવી ગયો છે. આ સહકારી મંડળીઓ રૂ .23.90 ના સસ્તા દરે ડુંગળી વેચે છે. જો કે, છૂટક બજારમાં હજી ભાવ ખૂબ જ વધારે છે. આ કંપનીઓ કેન્દ્ર સરકાર દ્વારા રાખવામાં આવેલા બફર સ્ટોકમાંથી ડુંગળી વેચી રહી છે. બફર સ્ટોકના 56,700 ટન ડુંગળીમાંથી, 18,000 ટન ડુંગળીને દિલ્હી સહિત વિવિધ બજારોમાં ઉતારવા આવી છે.

આ પણ વાંચો: ડુંગળીના વધતા ભાવે લોકોને રડાવ્યા, જાણો ભાવમાં કેટલો વધારો થયો

English summary
After Onion, Now tomato price increase
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X